<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

જામકંડોરણામાં વિકાસ સપ્તાહની ઉજવણી

વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત અને લાભાર્થીઓને વિવિધ યોજનાઓના સહાય ચેકનું વિતરણઃ જયેશ રાદડિયાની ઉપસ્‍થિતી

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૧૩: સરદાર પટેલ સાંસ્‍કતિક ભવન ખાતે રાજય સરકાર તેમજ જીલ્લા વહીવટી તંત્ર દવારા ૭ થી ૧૫ ઓકટોબર દરમ્‍યાન વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાની ઉપસ્‍થિતિમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો આ તકે વિકાસ સપ્તાહ રથ જામકંડોરણા આવી પહોંચતા તેનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું તેમજ આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાના હસ્‍તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્‍યા હતા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણના ચેક ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાના હસ્‍તે અર્પણ કરવામાં આવ્‍યા હતા આ તકે ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા,તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા, મહામંત્રી ગૌતમભાઈ વ્‍યાસ, રાજકોટ જીલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડા, સરપંચશ્રી, બાવનજીભાઈ બગડા, હરસુખભાઈ પાનસુરીયા સહિતના આગેવાનો તેમજ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. 

(12:13 PM IST)