<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ધ્રાંગધ્રા હાઈવે પરથી શંકાસ્‍પદ ૨૫ કેરબા તેલ સાથે સુ.નગરના બે શખ્‍સ રિક્ષા સાથે પકડાયા

વઢવાણઃ ધાંગધ્રા તાલુકા પોલીસ ટીમ તાબાના વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જેમાં સ્‍ટાફના નરેશભાઈ ભોજીયાને કુડાથી સુરેન્‍દ્રનગર તરફ શંકાસ્‍પદ તેલ સાથે ૨ શખ્‍સો રિક્ષામાં પસાર થવાના હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે કલ્‍પના ચોકડી પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી રિક્ષા આવતા તેમાં તપાસ કરતા સોયાબીન અને પામોલીન તેલના કેરબા મળી આવ્‍યા હતા.આથી રિક્ષામાં સવાર સુરેન્‍દ્રનગરના લક્ષ્મીપરામાં રહેતા અમજદ અહેમદભાઈ ભથાણીયા અને સુરેન્‍દ્રનગરના અલકાપુરી ચોકમાં રહેતો મુકેશ ખજુમનભાઈ મહેશ્વરીને આ તેલ અંગે પુછતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્‍યા હતા. આથી તેલના ૨૫ કેરબા, મમરાની થેલીઓ અને રિક્ષા મળી રૂ. ૧,૨૫,૭૫૦ની મત્તા સાથે ઝડપી લઈ  કાર્યવાહી હાથ ધરી હતી. 

(12:26 PM IST)