હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેડલામાં તળાવમાં ન્હાવા જતાં ડુબી જવાથી દીપકભાઇ બથવારનું મોત
દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: કુવાડવાના બેડલા ગામે તળાવમાં ન્હાવા જતાં ડુબી જવાથી પરિવારના આધારસ્તંભ યુવાનનું મોત નિપજતાં ગમગીની છવાઇ ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ બેડલામાં રહેતાં દીપકભાઇ માયાભાઇ બથવાર (ઉ.વ.૩૬) નામના યુવાનનું ગઇકાલે સાંજે ગામના તળાવમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. તળાવમાં એક વ્યક્તિ ડુબી ગયાની જાણ ગામલોકો મારફત થતાં ૧૦૮ની ટીમ પહોંચી હતી. યુવાનને તરવૈયાઓએ બહાર કાઢતાં ૧૦૮ના તબિબ નમ્રતાબેને તપાસતાં તે મૃત જણાતાં પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. આ પછી એરપોર્ટ રોડ પોલીસને જાણ થતાં એએસઆઇ પરેશભાઇ સાંગાણી સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી.
પોલીસ તપાસમાં આ મૃતક યુવાન બેડલા ગામનો દીપકભાઇ બથવાર હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરાઇ હતી. દીપકભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. એકલા જ ન્હાવા માટે ગયા ત્યારે ડુબી ગયાનું તપાસમાં ખુલ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
