News of Monday, 13th October 2025
કોટેચા પરિવારના નિવાસે મુકતાનંદજીબાપુ પધાર્યા

જૂનાગઢઃ ગિરનાર દરવાજા ખાતે આવેલ ગીરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને જૂનાગઢ શહેરની તથા આસપાસના ગામડાની પ્રાચીન ગરબીઓ ની દીકરીઓનો જમણવાર ચાલુ છે તેમાં પ્રથમ દિવસે માં જગદંબા સ્વરૂપ દીકરીઓને આશીર્વાદ આપવા કોટેચા પરિવારના આમંત્રણનુ લઇને આ પૂજ્ય મુક્તાનંદજી બાપુ પધાર્યા હતા પૂજ્ય બાપુ એ કોટેચા પરિવારને પોતાના આશ્રમે રવિવારે હવન હોય તો હવનના દર્શન કરવા આમંત્રણને માન આપી આજના દિવસે પૂજ્ય શ્રી બાપુએ હવનના દર્શન કરી અને પૂજ્ય બાપુ સાથે હવન માં આહુતિ આપી હતી પૂજ્ય બાપુ એ પણ પરિવારના સભ્યોને ભગીરથ સેવા કાર્ય કરવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
