<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણીના હસ્‍તે ખેતી બેંકની નવનિર્મિત જેસર શાખાનું ઉદઘાટન

બેન્‍કના ચેરમેન ડોલરભાઇ કોટેચા સહિતના ઉપસ્‍થિત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૩: ભાવનગર જીલ્લાના નવા બનાવવામાં આવેલ જેસર તાલુકાના જેસર મુકામે રાજ્‍યના પૂર્વ મંત્રી અને ભાવનગર પヘમિના ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણીના  હસ્‍ત જીલ્લાના સહકારી ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ખેતી બેંકની નવનિર્મિત જેસર શાખાનુ ઉદઘાટન કરવામાં આવ્‍યું. ધી ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ બેંક લિ. (ખેતી બેંક) ગુજરાત રાજ્‍યના ખેડૂતોને મધ્‍યમ અને લાંબાગાળાનું કળષિ વિષયક ધિરાણ પુરું પાડતી અગ્રગણ્‍ય સહકારી કળષિ અને ગ્રામીણ વિકાસ બેંક છે, જેની વડી કચેરી અમદાવાદ ખાતે સ્‍થિત છે.

ખેતી બેંકની રાજ્‍યમાં કુલ ૧૭૮ શાખાઓ હાલ કાર્યરત છે, ભાવનગર જીલ્લામાં અત્‍યારે કુલ ૧૧ શાખાઓ કાર્યરત છે તેમાં  જેસર ખાતે નવિન શાખાનું ઉદઘાટન થતા હવે ભાવનગર જીલ્લામાં ખેતી બેંની ૧૨ શાખાઓ કાર્યરત થયેલ છે. જેસરમાં નવિન શાખા ખુલતા તાલુકાના ખેડુતોને વધુ સુવિધાઓ મળશે અને જીલ્લાના અને તાલુકાઓના ખેડુતોને બેંક દ્વારા ખેતી વિષયક ધિરાણનો લાભ મળશે. આ શુભ પ્રસંગે બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, ગુજરાત પ્રદેશ ભા.જ.પા., દિગ્‍વિજયસિંહ ગોહિલ ભાવનગર જીલ્લા ભા.જ.પ. પ્રમુખ, પ્રવિણભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્‍ય અને ભાવનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, ઝવેરભાઈ ભાલિયા પૂર્વ પ્રમુખ, ભાવનગર જીલ્લા પંચાયત, નિતુભા સરવૈયા ચેરમેન ભાવનગર જીલ્લા શિક્ષણ સમિતિ, રામભાઈ આહીર તાલુકા પંચાયત પ્રમુખ-જેસર તથા વિરેન્‍દ્રસિંહ સરવૈયા જેસર ગ્રામ પંચાયતના સરપંચ ઉપસ્‍થિત રહેલ હતા. 

(1:15 PM IST)