News of Monday, 13th October 2025
વંથલી પાસે વેરાવળના યુવાનોની કાર પલ્ટી ખાઇ જતાં ૧નું મૃત્યુ, ૬ને ઇજા
નાંદરખીની ગૌશાળામાં લાપસી દેવા જતાં હતા અને અક્સ્માત નડ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: વેરાવળમાં રેયોન હાઉસિંગ સોસાયટી નં. ૪, બિલ્ડીંગ નં. ૧૪, બ્લોક નં. ૧૬૩માં રહેતા હિતેશભાઈ નટવરલાલ કરગથરા, તેના મિત્ર હિરેનભાઈ રાયઠઠા, દર્શકભાઈ અતુલભાઇ રાયઠઠા, હિરેનભાઈ કાંતિભાઈ રાયઠઠા, વિજયભાઈ અભાણી, પ્રફુલભાઈ રૂપારેલીયા તથા કેતનભાઇ પાનસેરીયા જીજે ૩૨ કે ૬૪૯૦ નંબરની કાર લઈને ગઇ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ વેરાવળ થી વંથલી તાલુકાના નાંદરખી ગામે ગૌશાળામાં લાપસી દેવા થતા હતા. અને કાર દર્શકભાઈ ચલાવતા હતા. સવારના ૮:૩૦ વાગ્યાના અરસામાં વંથલીથી આગળ કોયલી બ્રિજ નજીક નવા બનતા પેટ્રોલ પંપ પાસે દર્શકભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતથી ઈજા પામેલા તમામને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હિતેશભાઈને માથામાં ગંભીર ઇજા થવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ગઈ તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન હિતેશભાઈનું મળત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માત અંગે મળતકના નાનાભાઈ અશ્વિનભાઈની ફરિયાદ આધારે વંથલી પોલીસે કારનાચાલક દર્શકભાઈ અતુલભાઇ રાયઠઠા સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
