News of Monday, 13th October 2025
રાણાવાવ પાસે દેશી દારૂની ર ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકીઃ ૬૦૦નો આથો ઝડપાયો
દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા સમયે આરોપીઓ ફરાર

પોરબંદર તા. ૧૩ :.. રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દેશી દારૂની ર ભઠ્ઠી ઉપર રેડ પાડીને ૬૦૦ લીટર આથો પકડી લીધો હતો. આ રેડ દરમિયાન આરોપીઓ હાથ આવ્યા નહોતાં.
રાણાવ પો. સ્ટાફ બરડા ડુંગર, જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન રાણાવાવ પો. સ્ટે.ના પો. કો. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ ને મળેલ બાતમી આધારે બરડા ડુંગર ફાયીયાનેશ રહે. વિજફાડીયાનેશ તા. રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી અને વિજફાડીયાનેશ જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતાં બીજલ ભુરાભાઇ કટારા રહે. વિજફાડીયાનેશ દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો. સ્ટે. માં પ્રોહીબીશનના અલગ-અલગ ગુન્હા રજી. કરાવેલ છે. દારૂ દરોડા વખતે બન્ને આરોપીહો હાથ આવ્યા નહોતા.
આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો. સ્ટે.ના પો. ઇ. એન. એન. તળાવીયા તથા પો. હેડ કો. બી. જે. દાસા, બી. વી. વાળા તથા પો. કો. સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, અતુલ કરશનભાઇ તથા ફોરેસ્ટર એલ. ડી. બડીયાવદરા દ્વારા કરવામાં આવેલ હતી. (પ-ર૦)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
