News of Monday, 13th October 2025
ધ્રાંગધ્રા- કચ્છ હાઇ-વે ઉપર ર ટ્રક વચ્ચે અકસ્માતઃ ર ગંભીર
ઇજાગ્રસ્તોને તાત્કાલીક સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયાઃ ટ્રાફીકજામ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ કચ્છ હાઇવે ઉપર ધાંગધ્રા પાસે કચ્છ તરફ જતા હાઈવે ઉપર બે ટેઇલર સામસામા ધડાકાભેર અથડાયા છે. જેમાં બંને ટેઇલરના ડ્રાઈવરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું હાલમાં સામે આવ્યું છે.
ત્યારે હાલમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરે ૧૦૮ ના માધ્યમ થકી ધાંગધ્રા ખાતે સારવાર માટે ખસેડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટના સ્થળ ઉપર બે વાહનોના અકસ્માત સર્જવાના કારણે હાઇવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે તાત્કાલિક અસરે ધાંગધ્રા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને વાહનોને સાઈડમાં કરી અને ધીમે ધીમે વાહનોને અને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ કચ્છ હાઇવે પાસે ધાંગધ્રાથી કચ્છ જતા ટ્રક સાથે સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અંગેની વધુ વિગતો અને પોલીસ તંત્ર મેળવી રહ્યું છે અને ફરિયાદ નોંધવા માટેની પણ તજવીજ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
