News of Monday, 13th October 2025
પડધરી-ટંકારાના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયાને શ્રધ્ધાંજલી અર્પણ : સંસ્મરણો વાગોળ્યા

પડધરી : પડધરી ટંકારા મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા (ઉ.વ.૭૪)નું તેઓના નિવાસસ્થાન ઢોકળીયા ગામે લાંબી બીમારી બાદ દુઃખદ અવસાનથી પડધરી પંથકમાં શોકનો માહોલ છવાયેલ. પડધરી તાલુકાના અડીખમ કર્મઠ, આગેવાન આજે વિદાય લીધેલ. તેઓની અંતિમયાત્રામાં પડધરી ટંકારા વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભલજીભાઇ દેથરીયા, પુર્વ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, જીલ્લા અને તાલુકાના આગેવાન તેમજ કાર્યકરો તથા ગ્રામજન બહોળી સંખ્યામાં જોડાઇ. સૌના આદરણીય એવા આગેવાની વિદાય આપતા સૌની આંખમાં આંસુ આવેલ હતા. નીચેની તસ્વીરમાં બાવનજીભાઇ મેતલીયાનો ફાઇલ ફોટો જોવા મળે છે.(તસ્વીરઃ અહેવાલ : મનમોહન બગડાઇ-પડધરી)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
