<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

દ્વારકામાં રાષ્‍ટ્રપતિના આગમન સમયે ર કલાક સુધી દ્વારકાધીશ મંદિર અને રસ્‍તા સંલગ્ન બજારો બંધ રહેતા હાલાકી પડી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૩ :  તાજેતરમાં દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાની મુલાકાતે રાષ્‍ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ આવ્‍યા પછી તકેદારીના વધારે પડતા અતિરેકમાં સંલગ્ન તમામ રસ્‍તા, બજારો, દુકાનો તથા જગત મંદિર પણ બે કલાક સુધી લોકો માટે બંધ કરી દેવાતા લોકોએ છાપામાં રાષ્‍ટ્રપતિના ફોટા જોવા ત્‍યારે અહીં આવ્‍યાનું જાણ્‍યું હતું.

અગાઉ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવીદ આવેલા ત્‍યારે તેમણે લોકો તથા પત્રકારોનું અભિવાદન કરેલું પણ જુનાગઢમાં રાષ્‍ટ્રપતિ સામાન્‍ય લોકોને મળેલા જયારે અહીં તો પત્રકારોને પણ નહીં અને પત્રકારનો એ પણ મંદિર નજીક રહેવાની મનાઇ રસ્‍તા પરની ગાડીનો કાફલો નીકળે તેવુ શુટીંગ લઇ લેવાનું બાકી માહિતી ખાતુ પીરસે તે પેપરને દેવાનું !!!

જો કે રાષ્‍ટ્રપતિની નાનકડી મુલાકાતમાં તંત્રની દોડધામ રસ્‍તા નવા બનાવવા તથા વ્‍યવસ્‍થામાં બહારથી દોડધામ કરવામાં પાંચકે કરોડનો ખાડો પડયાનું પણ કહેવાય છે. ત્‍યારે રાષ્‍ટ્રપતિ જેવા દેશના ટોચના વ્‍યકિત દ્વારકાની મુલાકાતે આવે અને લોકો તેમની ઝલક પણ ના લઇ શકે તેવી કડક સુરક્ષા વ્‍યવસ્‍થા ભારે ચર્ચાપાત્ર બની છે. 

(2:42 PM IST)