<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશ્મા પટેલે આજથી અન્ન નો ત્યાગ કર્યો : જૂનાગઢ ખાતે ઝાંસીની રાણી પૂતળા પાસે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવ્યો

બોટાદ માં ખેડૂતો APMC ના કદડા ના ખોટા નિયમો વિરૂધ્ધ શાંતિ પૂર્વક રીતે આંદોલન ચાલી રહ્યું હતું તો ભાજપ ના ઈશારે પોલીસ દ્વારા અનેક અત્યાચાર કરી આંદોલન તોડવાનો પ્રયાસ થયો : ભાજપ સરકાર દ્વારા ખેડૂતો ઉપર આર્થિક, શારીરિક , માનસિક શોષણ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૩: આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશ્મા પટેલે આજથી  અન્નનો ત્યાગ કર્યો છે.જૂનાગઢ ખાતે ઝાંસીની રાણી પૂતળા પાસે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા છે.

 રેશ્મા પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પાઠવી ને જણાવ્યું છે કે  ભાજપ સરકાર દ્વારા ખેડૂતો ઉપર આર્થિક, શારીરિક , માનસિક  શોષણ થઈ રહ્યું છે જેથી હુ રેશ્મા પટેલ આજથી આમરણ ઉપવાસની જાહેરાત કરું છુ. ખેડૂત હિત ની માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરું છું.

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું છે કે બોટાદ માં ખેડૂતો APMC ના કદડા ના ખોટા નિયમો વિરૂધ્ધ શાંતિ પૂર્વક રીતે આંદોલન ચાલી રહ્યું હતું તો ભાજપ ના ઈશારે પોલીસ દ્વારા અનેક અત્યાચાર કરી આંદોલન તોડવાનો પ્રયાસ થયો , હળદળ ગામ માં ખેડૂતો શાંતિ પૂર્વક રીતે આંદોલન કરતા હતા તો ભાજપ ના ઈશારે શાંત આંદોલન ને ઉગ્ર બનાવી ગુંડાઓ દ્વારા હિસા કરવાનું કાવતરું કરી અમારા આંદોલન ને બદનામ કરવામાં આવ્યું છે અને અમારા હળવદ ગામ ના નિર્દોષ ખેડૂતો ને પકડી ને જેલ માં પૂર્યા છે , ભાજપ ના ઈશારે પોલીસ દ્વારા હળદર ગામ ના ઘર ના દરવાજા તોડી ને પોલીસ અંદર ઘૂસી ખેડૂતો ને માર્યા છે , માતાઓ બનો ને ડરાવ્યા છે , બાળકો ના પેટ માં ફફડાટ થાય તેવા વર્તન કર્યા છે, અમારા ભાઈઓ ઉપર , ખેડૂતો ઉપર ખોટા કેશ કર્યા છે અમે આ અત્યાર નો વિરોધ કરીએ છીયે અને નીચેની માંગણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી હું રેશ્મા પટેલ આજ તારીખ 13/10/2025 ના રોજ થી અન્ન નો ત્યાગ કરી “આમરણ ઉપવાસ “ ઉપર ઉતરી છું. ખેડૂત હીત ની નીચે ની માંગણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી મારા આમરણ ઉપવાસ ચાલુ રહેશે,

મારી માંગણીઓ છે કે  આખા ગુજરાત ની APMC માર્કેટ , સહકારી મંડળીઓ , ખેડૂત પશુપાલક સાથે સંકળાયેલી સસ્થાઓ માં ખેડૂતો નું અનેક પ્રકારે શોષણ થાય છે તો અમે નિવારણ માટે કિસાન હિત ની નીતિઓ ઘડવા માટે.“ કિસાન આયોગ-કમિશન” ની તાત્કાલિક રચના કરવાની માંગ કરીએ છીયે 2) બોટાદ (હળદર ગામ) ના નિર્દોષ ખેડૂતો ને તાત્કાલિક મુક્ત કરો અને અમારા ભાઈ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિત ના ભાઈઓ અને ખેડૂતો ઉપર ના ખોટા કેશ તાત્કાલિક પાછા ખેંચો. બોટાદ APMC ની કદડા પ્રથા બંધ કરવા, અન્ય માંગણીઓ લેખિત આપી બાંહેધરી આપો.તેમ અંતમા રેશ્મા પટેલ 

ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ 

આમ આદમી પાર્ટી એ જણાવ્યું છે.

(4:38 PM IST)