હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાયન્સ ક્લબ રિજીયન ત્રણ દ્વારા બાય બાય નવરાત્રી 2025 ઉત્સવ ઉજવવામાં આવ્યો
લાયન્સ ક્લબના જામનગર તેમજ ખંભાળિયા ની તમામ કલબના મેમ્બરોએ નવરાત્રી મહોત્સવમાં લીધો ભાગ: પારિવારિક માહોલમાં યોજાયેલ રાસ ગરબા માં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા

જામનગર : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ની રિજીયન ત્રણ ની તમામ ક્લબના સદસ્યો તેમજ પરિવાર અને મિત્ર વર્તુળો માટે બાય બાય નવરાત્રી ઉત્સવ 2025 ઉજવવામાં આવ્યો હતો, આ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં જામનગરની તમામ ક્લબ તેમજ ખંભાળિયાની ક્લબના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ રિજીયન ૩ના રિજયન ચેરમેન જગતભાઈ રાવલની આગેવાની હેઠળ યોજાયેલા બાય બાય નવરાત્રી મહોત્સવમાં જી.ડી ગોઈકા પબ્લિક સ્કૂલમાં લાયન્સ ક્લબના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર મોનાબેન શેઠ, બીપીનભાઈ શેઠ, ગીતાબેન સાવલા, મીનાબેન કોટેચા તેમજ વાઇસ ડીસ્ટ્રીક ગવર્નર નીરવભાઈ વડોદરિયા વિગેરે ઉપસ્થિત રહી વિજેતાઓને પુરસ્કાર અર્પણ કર્યા હતા,
આ નવરાત્રી ઉત્સવમાં પોરબંદર થી નવરાત્રી મહોત્સવના નિર્ણાયક તરીકે લાયન સદસ્ય નિધીબેન શાહ મોઢવાડિયા, અંકિતભાઈ મોનાણી અને વર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા, આ નવરાત્રી મહોત્સવમાં જામનગરની લાયન્સ ક્લબ ઓફ જામનગર મેઇન, લાયન્સ કલવ ઓફ જામનગર વેસ્ટ, લાયન્સ ક્લબ ઓફ જામનગર ઇસ્ટ, લાયન્સ ક્લબ ઓફ ખંભાળિયા, લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વિન્સ અને લાયન્સ ક્લબ ઓફ જામનગર રોયલ ના સદસ્યો તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા.
તાલી રાસ, ચોકડી, હીંચ, ફ્રી સ્ટાઈલ તેમજ ટીમડી અને મંડળી સહિતના અલગ અલગ ગરબાઓમાં ઉત્સાહભેર જોડાયા હતા, વિજેતાઓને ઇનામ શૈલેષભાઈ ગઢવી તરફથી જાહેર કરવામાં આવ્યા જ્યારે સમગ્ર લાઈટ ડેકોરેશન અને મંડપ વિમલભાઈ પટેલ તરફથી અને સ્કૂલની તમામ વ્યવસ્થાઓ સંજયભાઈ ખંડેલવાલ તરફથી પૂરી પાડવામાં આવી હતી, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, અમિતાબેન બધિયા, હર્ષાબા જાડેજા, પ્રભાબેન ગોરેચા વિગેરે હસ્તે વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા,
બાય બાય નવરાત્રી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એન્જિન ચેરમેન જગતભાઈ રાવલ, ઝોન ચેરમેન સુરેશચંદ્ર રાડિયા, ઝોન ચેરમેન ધ્રુવીબેન સોમપુરા, વિમલભાઈ પટેલ, નિમેષ ધ્રુવ, સંજયભાઈ ખંડેલવાલ એ જેહમત ઉઠાવી હતી, કાર્યક્રમમાં માટે ડીજે સની અને એન્કર જાનવી દ્વારા સુંદર સેવા પૂરી પાડવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
