<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામમાં સિંહ બાદ હવે શિયાળનો આતંક

પરપ્રાંતીય મજૂરના એક વર્ષના બાળક પર શિયાળે હિંસક હુમલો કર્યો

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સિંહનો આતંક જોવા મળતો હોય છે. એવામાં અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામમાં સિંહ બાદ હવે શિયાળનો આતંક જોવા મળ્યો છે. જેમાં સાવરકુંડલામાં પરપ્રાંતીય મજૂરના એક વર્ષના બાળક પર શિયાળે હિંસક હુમલો કર્યો. હુમલા બાદ બાળકે ચીસા-ચીસ કરતા માતા પિતા સહિત સ્થાનિકો દોડી આવ્યા. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

(9:55 PM IST)