<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

માળીયામિંયાણા તાલુકાને વિભાજન કરવાની હિલચાલ સામે હજારો લોકોનો વિરોધ : કલેકટરને આવેદનપત્ર

મોરબી/માળીયામિંયાણા, તા.૧૪: માળિયા તાલુકાને વિભાજીત કરી જેતપર અને પીપળીયા ચાર રસ્‍તા ખાતે નવા તાલુકાઓ રચવાના પ્રસ્‍તાવ સામે તીવ્ર વાંધો અને માળિયાને મૂળ તાલુકા મથક તરીકે જાળવી રાખવાની માંગ સાથે માળિયા તાલુકા હિત રક્ષક સમિતિએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્‍યું છે.

આવેદનમાં જણાવ્‍યું છે કે માળિયા તાલુકાના હિત રક્ષક સમિતિના સભ્‍યો, માળિયા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો, સામાજિક આગેવાનો, યુવાનો અને નાગરિકોએ આવેદનમાં હૃદયની વ્‍યથા અને તીવ્ર વાંધો વ્‍યક્‍ત કરીએ છીએ માળિયા માત્ર એક તાલુકો નથી અમારી જન્‍મભૂમી છે પૂર્વજોની વિરાસત છે બાળકોનું ભવિષ્‍ય છે ૪૬ ગ્રામ પંચાયતોમાંથી લગભગ ૨૮ ગ્રામ પંચાયતોને જેતપર તાલુકામાં અને બાકીની ૧૮ ગ્રામ પંચાયતોને પીપળીય ચાર રસ્‍તા તાલુકામાં સામેલ કરવાનો પ્રસ્‍તાવ છે આ નિર્ણય અમલમાં આવે તો માળિયા તાલુકો સંપૂર્ણ રીતે નાબુદ કરશે જે જનતા માટે અસ્‍વીકાર્ય છે આ નિર્ણય ઐતિહાસિક ઓળખને મિટાવી દેશે અને એકતાને તોડી નાખશે.

માળિયા મિયાણાના પ્રતિષ્ઠિત રાજવી પરિવારના વંશજ પળથ્‍વીરાજસિંહજી કળષ્‍ણકુમારસિંહજી જાડેજા (દરબારગઢ,માળિયા મિયાણા) એ પણ પ્રસ્‍તાવ સામે વિરોધ વ્‍યક્‍ત કર્યો છે તેમના પત્રમાં તેઓએ અપીલ કરી છે કે માળિયા તાલુકાનું વડું મથક અન્‍ય જગ્‍યાએ ફેરવવું એ માળિયાની અવહેલના અને અપમાન છે તેઓએ આમરણને નવો તાલુકો બનાવવા સમર્થન આપ્‍યું છે પરંતુ માળિયાનું મુખ્‍ય મથક બદલવા સામે વિરોધ વ્‍યક્‍ત કર્યો છે જેથી માળિયા મિયાણાને તાલુકા મુખ્‍ય મથક તરીકે જાળવી રાખવા માંગ કરી છે.

 

માળીયામિંયાણા તાલુકાને વિભાજન કરી જેતપર અને પીપળીયા ખાતે નવા તાલુકાઓ રચવાની હિલચાલને લઈને માળીયા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા માળીયા અને પંથકના હજારો લોકો મોટી સંખ્‍યામાં તાલુકો બચાવો અભિયાનમાં જોડાઈને મોરબી કલેકટર કચેરી ખાતે દોડી ગયા જ્‍યાં કલેકટરને આવેદનપત્ર આપી વિભાજનનો વિરોધ નોંધાવ્‍યો હતો.

માળીયા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆતમાં જણાવ્‍યું હતું કે અગાઉ બ્રિટિશ રાજ હેઠળ જાડેજા રાજપૂત વંશનું રજવાડું હતું ૧૯૪૮માં ભારતીય સંઘમાં વિલીનીકરણ પછી તાલુકા મુખ્‍ય મથક તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યું હતું આ તાલુકો ૪૬ ગ્રામ પંચાયતો અને લગભગ એક લાખ વસ્‍તી ધરાવે છે જ્‍યાં ઓબીસી સમુદાયો ખાસ કરીને મિંયાણા સમાજ પેઢીઓથી રહે છે અમારા પૂર્વજોએ આ ધરતીને ખૂન-પસીનો સીચીને લડત આપી છે અને આપતા રહેશુ તેના ઐતિહાસિક ગઢ અને સાંસ્‍કળતિક પરંપરાઓ અમારા હૃદયમાં વસે છે વર્ષો પહેલા ગ્રામ સભા અથવા લોકશાહી ચર્ચાનો સંપૂર્ણ અભાવ હતો હાલ માળીયા તાલુકાને નાબુદ કરી માળીયા ગામની જનતાને કેન્‍દ્રથી માત્ર ૧૫ થી ૨૫ કિલોમીટર દૂર જેતપર અથવા પીપળીયા ચાર રસ્‍તા સાથે જોડવાથી નાગરિકોની રોજિંદી મુસાફરી ખર્ચ અને સમયમાં વધારો થશે જે અમારા ગરીબ અને ગ્રામીણ વસ્‍તી માટે અસહ્ય કષ્ટ છે.

 રાજાશાહી વખતથી વર્ષોથી તાલુકો બની રહેલા તાલુકાને હવે નવા તાલુકા બનાવી તેમાં સમાવેશ કરશો કેટલો યોગ્‍ય નિર્ણય કહેવાય તેવો મુર્ખતા ભર્યો નિર્ણય માળીયા તાલુકાની પ્રજામાં આંખની કણાની જેમ ખટકે છે જે નિર્ણયની ગંધ પ્રજાને આવી જતા વિભાજનના આક્ષેપ સાથે હજારો લોકોએ વિરોધ નોંધાવી મોરબી કલેકટર કચેરી ખાતે દોડી જઇને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ત્‍યારે વિભાજનની વાતને લઈને માળીયાની પ્રજાનો વિરોધ વ્‍યાજબી છે કેમ કે જો માળીયા તાલુકાનું વિભાજન થાય તો હેડક્‍વાર્ટર બદલીને જેતપર તથા પીપળીયા રાખવાની દરખાસ્‍તની ગંધ આવતા જબરો વિરોધ થઈ રહ્યો છે જેને જન સમર્થન સાથે પ્રતિસાદ મળતા આગામી સમયમાં જો કોઈ પ્રકારની હિલચાલ થશે તો કોર્ટના દ્વાર ખખડાવીને તાલુકો બચાવો જન આંદોલનની પણ ચીમકી ઉચ્‍ચારી છે.

આઝાદી બાદ આ સ્‍ટેટ સરકારને સોંપ્‍યું હતું જેટલા રજવાડાના હેડક્‍વાર્ટર હતા તે તમામને આઝાદી બાદ જિલ્લા અથવા તાલુકા બનાવાયા છે હેડક્‍વાર્ટર ફરે તો તાલુકા લેવલની રેફરલ હોસ્‍પિટલ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી પોલીસ મથક સહીતની સરકારી કચેરીના સ્‍થળો બદલાઈ જાય જેથી પોતાનું ઘર કોને છોડવું ગમે જેવો ઘાટ તાલુકા વિભાજન પછી સર્જાય અને સ્‍થાનિક પ્રજાને દુર કામગીરી માટે જવું પડે તે માળીયાની પ્રજાને મંજૂર નથી માળીયા આજે ૭૫ વર્ષ પછી પણ પ્રમાણમાં પછાત તાલુકો છે તેમા પણ આવો મનઘડત નિર્ણય લેવામાં આવે તો માળીયા સાવ પડી ભાંગશે અને જિલ્લાથી ૨૦ કિમિ અંતરે તાલુકો બનાવવો યોગ્‍ય નથી તેના ઉપર પણ ફોકસ કરીને સરકારે વિચારવા જેવી બાબત છે આમ માળીયા તાલુકો બચાવો આંદોલનને સમર્થન આપી વિશાળ જન સમુદાય એકત્રિત થયો તે સરકારને યોગ્‍ય નિર્ણય કરવા તરફ કેન્‍દ્રિત થાય તેવું સૌ કોઈની માંગ છે.

(10:17 AM IST)