<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ભાવનગરના ડો. રાજેશ રંગલાણીનો આપઘાત

જીંદગીથી કંટાળીને વધુ પડતા ઇન્‍જેકશન લઇને જીંદગી ટુંકાવી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૪: ભાવનગર શહેરના જાણીતા તબીબラ સર્જન ડો. રાજેશ  રંગલાણી એ પોતાની હોસ્‍પિટલમાં જ આપઘાત વહોરી લીધો છે.

પ્રાપ્‍ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના માધવબાગમાં રહેતા અને શહેરના કાળાનારા સૂર્યદીપ કોમ્‍પ્‍લેક્‍સમાં હોસ્‍પિટલ ધરાવતા જાણીતા તબીબ ડો. રાજેશ જીવાભાઇ રંગલાણી ઉ.વ.૫૩ એ પોતાની હોસ્‍પિટલમાં જ વધારે પડતા  ઇન્‍જેક્‍શનનો લઈ આત્‍મહત્‍યા વહોરી લીધી હતી.  આ બનાવની જાણ થતા જ નીલમબાગ પોલીસનો સ્‍ટાફ બનાવ સ્‍થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી.

મળતક ડો. રાજેશ રંગલાણી કાન ,નાક અને ગળાના સર્જન તરીકે શહેરમાં ખ્‍યાતિ ધરાવતા હતા. જિંદગીથી કંટાળી તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્‍યું છે. આ અંગે નીલમબાગ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ રેવર વધુ તપાસ ચલાવી રહ્યા છે. 

(11:44 AM IST)