<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ગોંડલ પોલીસે ૧.૨૦ લાખની ઘરફોડીમાં રીઢા તસ્‍કર સહિત બેને ઝડપી લીધા

રીઢા તસ્‍કર કરણ પરમાર સામે અગાઉ ૧૬ ગુન્‍હાઓ નોંધાયા છે

તસ્‍વીરમાં પકડાયેલ બંન્ને તસ્‍કરો નજરે પડે છે.

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)  ગોંડલ તા.૧૪: ગોંડલ નાં વોરકોટડા રોડ પર રહેણાંક મકાન માં થયેલી રૂ.૧,૨૦,૦૦૦ ની ઘરફોડ ચોરીની ઘટનાં માં બી ડીવીઝન પોલીસે ગણતરીનાં દિવસોમાં બે તસ્‍કરોને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડા રોડ પર રહેતા મયુરભાઈ રમેશભાઈ સેદાણીનાં મકાનમાંથી ગત તા.૧ નાં રોકડ રૂ.૨૦,૦૦૦ તથા સોના ચાંદીનાં દાગીના સહિત કુલ રૂ.૧,૫૦,૦૦૦ ની ચોરી થઇ હતી.  બનાવ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ થતા પીઆઇ. જે.પી.રાવ સહિત પોલીસ ટીમે તપાસ હાથ ધરી આવાસ ક્‍વાર્ટરમાં રહેતા મગન બચુભાઇ પરમાર તથા  કરણ અશોકભાઈ પરમારને જડપી લઇ મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. કરણ પરમાર રીઢો ઘરફોડ તસ્‍કર છે. ગોંડલ ઉપરાંત વેરાવળ,જેતપુર, ઉપલેટા સહીત ૧૬ ગુન્‍હા નોંધાયા છે. આ કાર્યવાહી ગોંડલ બી ડિવીઝનના પી.આઇ. જે.પી. રાવ, એસ.વી. ડાંગર પો.સબ.ઇન્‍સ., એ.વી. સાંખટ પો.સબ. ઇન્‍સ., મદનસિંહ જે. ચોૈહાણ આસી.સબ. ઇન્‍સ., શકિતસિંહ મનુભા પો.હેડકોન્‍સ., નરેશભાઇ રોજાસરા પો.હેડકોન્‍સ., ઓમદેવસિંહ વનરાજસિંહ પો.કોન્‍સ., હીતેન્‍દ્રસિંહ રાયુભા પો.કોન્‍સ., સુરપાલસિંહ જયદેવસિંહ પો.કોન્‍સ., વીપુલભાઇ ધનજીભાઇ પો.કોન્‍સ. તથા નીમુબેન બચુભાઇ વુ.પો.કોન્‍સ. સહિતના સ્‍ટાફે કરી હતી

(11:45 AM IST)