<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ગોંડલમાં માનવ જીંદગી સંપત્તિને જોખમમાં મૂકે તેવા ફટાકડાનાં સ્‍ટોલ

૧૫૦ જેટલા સ્‍ટોલ દુકાન ધારકો સામે ૫૬ એ મંજૂરી માટે અરજી કરી ૧ ની મંજુરી બાકીના અભિપ્રાયની રાહમાં:દુકાન સામે કામચલાઉ શેડ.પ્‍લેટફોર્મ ઉભું કરવાની મનાઈ : નિતી નિયમોનું ઉલ્લંઘન?

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)  ગોંડલ તા.૧૪ ગોંડલ શહેરમાં દિપાવલીના તહેવાર અનુલક્ષીએ ફટાકડા બજાર જ્‍યાં જોવો ત્‍યાં પુરજોશમાં ખીલી ઉઠ્‍યાં છે ૧૫૦ થી વધુ દુકાનો સ્‍ટોલ ધારકો સરેઆમ નિતી નિયમોનું ઉલ્લંધન કરી રહ્યા છે માનવ જીંદગી અને સંપત્તિને જોખમમાં મૂકી ફટાકડાનું પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે મોટાભાગનાં સ્‍ટોલ ધારકોએ લાઈસન્‍સ મેળવ્‍યાં નથી પ્રાંત કચેરીમાં ૫૬ અરજીઓ થવા પામી છે જે પૈકીને માત્ર એક નેજ મંજુરીની મહોર લાગી છે તેમછતાં ફીલ્‍ડમાં રહેતું તંત્ર ગાંધારી અને ધળતરાષ્‍ટ્રની નિતી અખત્‍યાર કરી રહ્યું હોય. નિયંત્રણમા લાવવું જરૂરી બન્‍યું છે.

 રાજ્‍ય સરકાર દ્વારા ફટાકડા સંબંધિત પરવાના ઈશ્‍યુ રીન્‍યુ કરવા માટે સંબંધિત તંત્રને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે ફાયર સેફ્‌ટી સહિત સાધનોનું  ચેકલીસ્‍ટ તંત્રને મોકલવામાં આવ્‍યું છે જેમનું ગોંડલ શહેરમાં પાલન ન થતું હોવાનું સ્‍પષ્ટ નજરે પડે છે ૧૫૦ થી વધુ દુકાનો સ્‍ટોલ ધારકોમાં નિતી નિયમોનું સરેઆમ ઉલ્લંધન થઈ રહ્યું છે ખુલ્લા મંડપ સ્‍ટોલમા વીજ લાઈન દુકાન બહાર ફટાકડાનું પ્રદર્શિત અગ્નિશામક ઉપકરણોના ઉપયોગ હેતુંથી તાલીમબંધ્‍ધ યુવાઓ ન હોય તો તાલીમ આપવી પણ જરૂરી દુકાન આગળ કામચલાઉ શેડ અથવા પ્‍લેટ ફોર્મ બનાવવાની શખ્‍ત મનાઈ હોવાં છતાં નિયમોનો ઉલાળીયો ટેરેસ ટાંકી કેમીકલ પાવડર રેતી ફાયર સેફ્‌ટી જેવાં અગત્‍યના સાધનો પણ નજરે ચડતા નથી પ્રાંત કચેરીમાં ૫૬ અરજી પૈકીની માત્ર એક નેજ મંજુરી મોટાભાગના લોકોએ અરજી પણ કરી નથી જાહેર જનતાની સલામતી બની જોખમરૂપ જાહેરનામાનો સરેઆમ ભંગ દુર્ઘટનાની રાહ જોતું તંત્ર ? ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સંજયભાઇએ જણાવ્‍યું કે અમારા અભિઙ્ઘાય માટે ૩૫ થી વધુ અરજી આવી છે જે તપાસી આગળ મોકલશુ ભીડભાડ વાળી જગ્‍યાનાં પણ અભિપ્રાય મોકલીશું લાઈસન્‍સ ઈશ્‍યુ કરવા ન કરવા એ વિષય પ્રાંત કચેરીનો છે જેમ દિપાવલી નજીક આવશે તેમ અરજીઓ નિકાલ કરવામાં આવશે ત્‍યારે શહેરમાં સરકારી ગાઈડલાઈન અને જાહેર નામાનો સરેઆમ ભંગ થતો હોવા છતાં તંત્રનાં આંખ આડા કાન તેવું ચિત્ર સ્‍પષ્ટ દેખાય રહ્યું છે

  ગુજરાત સરકાર દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્‍તિ સામે ભારતીય ન્‍યાય સંહિતા (BNS)- ૨૦૨૩ ની કલમ -૨૨૩ તથા ગુજરાત પોલીસ એક્‍ટની કલમ -૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર હોવાં છતાં ઠેર ઠેર ફટાકડાના સ્‍ટોલ ઉભા કરી ગાઈડ લાઈનનો ઉલાળીયો કરતાં હોવાં છતાં સરકાર દ્વારા જનતાની સલામતી માટે સંબંધિત તંત્ર નિતી નિયમોનુ પાલન કરાવવામાં નિષ્‍ફળ ગયા હોવાનું સ્‍પષ્ટ નજરે પડે છે. 

(11:51 AM IST)