<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ર૪૦૦ કરોડના ખર્ચે વીજ પરિવહનઃ ૯૦ હજાર ખુલ્લી વિજલાઇનોનું "MVCC" માં રૂપાંતરણ કરાશે

આગામી એક વર્ષમાં ૩૦ હજાર કિ.મી. વીજલાઇન ૭૮૬ કરોડના ખર્ચે પૂર્ણ કરાશે

રાજકોટ, તા. ૧૪ : ચોસામામાં બે વીજતાર પવનના લીધે અથડાય, સ્‍પાર્ક થાય અને વીજળી ગુલ થઈ જાય, કે વળક્ષની ડાળી તૂટે તો વીજલાઈન તૂટે ને અંધારા છવાય.. પણ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં થોડા સમયમાં જ આ દ્રશ્‍યો બદલાઈ જશે. ખુલ્લી વીજલાઈનો મીડિયમ વોલ્‍ટેડ કવર કન્‍ડક્‍ટર (એમ.વી.સી.સી.) લાઈનોમાં કન્‍વર્ટ થઈ જતાં, વીજલાઈનોના સ્‍પાર્ક, અકસ્‍માતો ભૂતકાળ બની જશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અન્‍વયે ગુજરાતની વણથંભી વિકાસયાત્રાની ગાથા વિકાસ રથના માધ્‍યમથી લોકો સુધી પહોંચી રહી છે.

દેશના વિકાસ માટે અવિરત વીજપૂરવઠો ખૂબ જ જરૂરી છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગ્રાહકોને વિક્ષેપ વિના અવિરત વીજ પૂરવઠો મળતો રહે તે માટે પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ૧૧ કે.વી.ની ખુલ્લી વીજલાઈનોને મીડિયમ વોલ્‍ટેજ કવર કન્‍ડક્‍ટર (એમ.વી.સી.સી.)થી કવર કરવાનો ‘ભગીરથ વિકાસ પ્રોજેક્‍ટ' હાથ ધરાયો હોવાનું ‘‘પી.જી.વી.સી.એલ.ના ચીફ એન્‍જિનિયર (ટેકનીકલ) શ્રી પી.જે. મહેતાએ જણાવ્‍યું હતું.

તેમણે કહ્યું હતું કે, પી.જી.વી.સી.એલ. હેઠળ હાલ સૌરાષ્‍ટ્ર-કચ્‍છનો એક લાખ ચોરસ કિલોમીટર વિસ્‍તાર આવેલો છે. જેમાં ૧૨ જિલ્લામાં ૨.૫ લાખ કિ.મી.થી વધુ એચ.ટી. (હાઇટેન્‍શન) જ્‍યારે એક લાખ કિ.મીથી વધુ લો ટેન્‍શન વીજલાઈન આવેલી છે. ૬૨ લાખ જેટલા વીજગ્રાહકોને ૧૧ લાખ ટ્રાન્‍સફોર્મરો દ્વારા વીજળી પૂરી પડાય છે.

તેમણે કહ્યું હતું કે, હાલ ૧૧ કે.વી.ની ખુલ્લી વીજલાઈનોને એમ.વી.સી.સી.થી કવર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્‍દ્ર સરકારની આર.ડી.એસ.એસ. સ્‍કીમ દ્વારા હાલમાં ૨૧ હજાર કિ.મી. વીજલાઈનો એમ.વી.સી.સી.માં રૂપાંતરિત કરી દેવામાં આવી છે. જ્‍યારે સિસ્‍ટમ ઈમ્‍પ્રૂવમેન્‍ટ સ્‍કીમ હેઠળ આગામી ત્રણ વર્ષની અંદર રૂપિયા ૨૪૦૦ કરોડના ખર્ચે કુલ ૯૦ હજાર કિ.મી. જેટલી વીજલાઈનોને એમ.વી.સી.સી.માં બદલવામાં આવશે.

હાલમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જુદા જુદા જિલ્લાઓમાં રૂ. ૭૮૬.૫૬ કરોડના ખર્ચે ૩૦,૨૪૩ કિ.મી. એમ.વી.સી.સી. લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં હયાત ૩૩,૬૦૯ કિ.મી. વીજલાઈનોને એમ.વી.સી.સી.માં રૂપાંતરિત કરવાના લક્ષ્યાંક સાથે રૂ.૯૪૧.૬૧ કરોડના ખર્ચે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.

એમ.વી.સી.સી.ના ફાયદા અંગે શ્રી મહેતાએ જણાવ્‍યું હતું કે, એમ.વી.સી.સી. લાઈન પર થ્રી લેયર એચ.ડી.પી. કોટિંગ હોય છે. આથી તે ધારદાર કટરથી પણ સરળતાથી કાપી શકાતા નથી. ગરમી, ઠંડી કે વરસાદની તેના પર અસરો નહીં થાય અને આ વીજલાઈન કવર્ડ હોવાથી વીજલોસ પણ નહીં થાય. સૌરાષ્‍ટ્રના દરિયા કિનારા વિસ્‍તારમાં ભેજવાળા વાતાવરણ અને ક્ષારના લીધે વીજલાઈનો ખવાઈ જાય છે, પરિણામે આ લાઈનો તૂટી પડે તો અકસ્‍માત પણ થતા હોય છે. જો કે, નવી કવર્ડ લાઈનોના કારણે આ પ્ર‘નું નિરાકરણ આવી જશે. જો કોઈ કારણસર કવર્ડ વીજલાઈન તૂટીને નીચે પડે તો પણ વીજશોકનો પ્રશ્ન રહેતો નથી. આથી ખુલ્લી વીજલાઈનોના લીધે થતા વીજશોક જેવા અકસ્‍માતો પણ નિવારી શકાશે.

આ એમ.વી.સી.સી. વીજલાઈનોથી પાવર સ્‍ટેબિલિટી વધે છે. હાલમાં પારડી, ઢોલરાના ઔદ્યોગિક વિસ્‍તારોમાં એમ.વી.સી.સી. લાઈનો લગાવી દેવામાં આવેલી છે. રાજકોટના શાપર વેરાવળ અને મોરબીના સિરામિક વિસ્‍તારોમાં કામગીરી ચાલુ છે.

પાયલોટ પ્રોજેક્‍ટ અંગે તેમણે કહ્યું હતું કે, અગાઉ બે વર્ષ પહેલાં માંગરોળમાં દરિયાઈ પટ્ટી વિસ્‍તારમાં પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે ખેતીવાડી ફીડરમાં એમ.વી.સી.સી.ની વીજલાઈનો નાંખી હતી. જ્‍યાં સફળ પરિણામો જોઈને અત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આ પ્રોજેક્‍ટ લાગુ કરાયો છે.

આમ એમ.વી.સી.સી. વીજલાઈનોથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજળીના પરિવહનનું ચિત્ર જ બદલાઈ જશે અને તેનાથી વિકાસ પણ વીજવેગે આગળ વધશે, તેવો વિશ્વાસ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો.

(11:51 AM IST)