<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ગોંડલ યાર્ડમાં દિવાળીના તહેવારની રજાઓ જાહેર કરતા ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા

તા. ૧૯ ઓક્‍ટોબર થી ૨૬ ઓક્‍ટોબર સુધી વેકેશન જાહેર : ૮ દિવસ માર્કેટીંગ યાર્ડનું તમામ કામકાજ સદંતર બંધ રહેશે

ગોંડલ, તા.,૧૪ :  માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્‍ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિત ની ૫૫ થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્‍યારે દિવાળીના તહેવારને લઈને શનિવારને ધનતેરસના દિવસે છેલ્લી જણસીની આવક અને હરરાજી થયા બાદ રવિવાર ને કાળી ચૌદશ થી તમામ જણસીની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ જાહેરાતના થાય ત્‍યાં સુધી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા એ જણાવ્‍યું હતું કે આગામી દિવાળીના તહેવારો આવતા હોય જેને પગલે આઠ દિવસ એટલે કે તારીખ ૧૯ ઓક્‍ટો. થી ૨૬ ઓક્‍ટો. સુધી દિવાળી વેકેશન રહેશે.

દિવાળીના તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.

તા.૧૯/૧૦/૨૦૨૫ રવિવારને કાળી ચૌદશથી સવારથી તમામ જણસીની આવક બંધ રહેશે.

તા. ૨૦/૧૦/૨૦૨૫ - સોમવાર દિવાળી હરરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.

તા. ૨૧/૧૦/૨૦૨૫ - મંગળવાર  ( ધોકો )ના દિવસે હરરાજી અને જણસી ની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.

તા. ૨૨/૧૦/૨૦૨૫ - બુધવાર બેસતું વર્ષ ના દિવસે જણસીની આવક, હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.

તા. ૨૩/૧૦/૨૦૨૫ - ગુરુવાર ભાઈબીજના દિવસે જણસીની આવક, હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.

તા. ૨૪/૧૦/૨૦૨૫ - શુક્રવાર સુદ - ત્રીજના દિવસે હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.

તા. ૨૫/૧૦/૨૦૨૫ - શનિવાર સુદ - ચોથના દિવસે હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.

તા. ૨૬/૧૦/૨૦૨૫ને રવિવાર લાભપાંચમના દિવસે યાર્ડનું તમામ કામકાજ અને હરાજી બંધ રહેશે.

લાભ પાંચમના દિવસે રવિવાર હોય તમામ જણસીઓનું સારા મુહૂર્તમાં વેપારીઓ દ્વારા હરાજીના સોદા કરી તા. ૨૭ને સોમવારથી રાબેતા મુજબ વિવિધ જણસીઓની આવક શરૂ કરાશે. (તસ્‍વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ) 

(11:54 AM IST)