<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ધ્રાંગધ્રામાં મિત્રના હાથે મિત્રની હત્‍યાથી ખળભળાટ

શાહરૂખ મોવરની હત્‍યા તેના જ મિત્ર આરીફ રસુલભાઇએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતા ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ :..  જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં અંગત અદાવતને લઈને એક મિત્રએ બીજા મિત્રની છરીના ઘા મારીને હત્‍યા કરી હોવાનો બનાવ સામે આવ્‍યો છે. શહેરના મોચીવાડ વિસ્‍તારમાં રહેતા ૨૭ વર્ષીય શાહરુખભાઈ મોવરની હત્‍યા તેમના જ મિત્ર આરીફ રસુલભાઈએ ધોરીધાર વિસ્‍તારમાં કરી હતી. શાહરુખભાઈ અને આરીફ રસુલભાઈ વચ્‍ચે ધોરીધાર વિસ્‍તારમાં કોઈક બાબતને લઈને માથાકૂટ થઈ હતી.

આ માથાકૂટ ઉગ્ર બનતાં આરીફ રસુલભાઈએ શાહરુખભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં શાહરુખભાઈને ખાનગી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા.

ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્‍તારમાં રહેતા યુવક શાહરુખ સલીમભાઈ મોવર (ઉં.વ.૨૭)ને ધોળીધાર વિસ્‍તારમાં કોઈ કારણોસર પોતાના જ મિત્ર આરીફ રસુલભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા આરીફે છરીના ઘા ઝીંકી શાહરળખને ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરે મળત જાહેર કરતા સમગ્ર બનાવ હત્‍યામાં પરીણામયો હતો અને ભોગ બનનાર યુવકને પીએમ અર્થે સરકારી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો હતો. જ્‍યારે આ બનાવની જાણ થતા ધ્રાંગધ્રા ડી.વાય.એસપી જે.ડી. પુરોહિત, પી.આઈ., સહિતનો પોલીસ કાફલો હોસ્‍પિટલ તેમજ ઘટના સ્‍થળે આવી પહોંચ્‍યો હતો અને ભોગ બનનાર યુવકના પરિવારજનોના નિવેદને આધારે ફરિયાદની તેમજ હત્‍યા પાછળનું સાચું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી.

ત્‍યારબાદ મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો.આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી જે.ડી. પુરોહિત પીઆઇ એમ યુ મશી સહિતનો પોલીસ કાફલો હોસ્‍પિટલ પહોંચ્‍યો હતો પોલીસે મળતકના પરિવારજનોના નિવેદનના આધારે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(11:58 AM IST)