News of Tuesday, 14th October 2025
મોરબીમાં છરીની અણીએ ૮૫ હજારની લુંટ
બાઇક અથડાવી ઇજા થયાનું બહાનું કાઢી હોસ્પીટલે લઇ જતી વખતે રસ્તામાં છરી કાઢી દેવમભાઇને લુંટી લેવાયાઃ અજાણ્યા શખ્સની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૪: મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે દલવાડી સર્કલ નજીક પાછળથી બાઈક અથડાવી ઇજાનું બહાનું બનાવી સારવારમાં લઇ જતી વખતે છરી દેખાડી અજાણ્યા ઇસમેં રૂ ૮૫,૦૦૦ ની લૂંટ ચલાવી હતી.
મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે રહેતા દેવમભાઈ વિકાસભાઈ રિયા (ઉ.વ.૧૯) વાળાએ અજાણ્યા માણસ આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દેવમ આંગડીયામાંથી રૂ ૮૫,૦૦૦ લઈને જતા હતા ત્યારે દલવાડી સર્કલથી આગળ કેનાલ પાસે આરોપીએ પાછળથી મોટરસાયકલ અથડાવ્યું હતું અને ઈજા થઇ હોવાનું બહાનું કરી સારવારમાં લઇ જવાનું કહ્યું હતું
જેથી યુવાન તેને બાઈકમાં બેસાડી લઇ જતો હતો ત્યારે આરોપીએ છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ ૮૫,૦૦૦ ની લૂંટ કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
