<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

મોરબીના આંદરણા ગામની સીમમાં અજાણી મહિલાની હત્‍યા કરી લાશને સળગાવી દેવાઇ

મોરબી તાલુકા પોલીસે અજાણ્‍યા શખ્‍સો સામે ગુન્‍હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૪:  મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં કોઈ કારણોસર અજાણીસ્ત્રીની હત્‍યા કરી મળતદેહ ખેતરના શેઢા પાસે સળગાવી નાખી હત્‍યા કરી પુરાવાનો નાશ કરવામાં આવ્‍યો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્‍યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI હરેશકુમાર તિવારીએ અજાણ્‍યા આરોપી વિરુદ્ધ હત્‍યાની ફરિયાદ નોંધાવી છે ગત તા. ૧૩ ના રોજ બપોરના ૧-૪૦ પહેલા કોઈપણ સમયે અજાણ્‍યા આરોપીએ આંદરણા ગામની સીમમાં આવેલ બીસ્‍કોઈન કારખાના સામે અજાણીસ્ત્રી આશરે ૪૫ થી ૫૦ વર્ષ વાળીની કોઇપણ રીતે હત્‍યા કરી મળતદેહ ગામની સીમમાં આવેલ ખેતરના શેઢા પાસે રોડની સાઈડમાં સળગાવી દીધી હતી અને પુરાવાનો નાશ કર્યો હતો મોરબી તાલુકા પોલીસે હત્‍યાની ફરિયાદ નોંધી અજાણ્‍યા આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:47 PM IST)