News of Tuesday, 14th October 2025
બાલા હનુમાનજીના મંદિરના સત્સંગ હોલ માટે વિશાળ કદના પંખાનું કપૂરિયા પરિવાર દ્વારા અનુદાન

જામનગર તા ૧૩, જામનગરના સપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાનજીના મંદિરમાં જ્યાં વિશ્વ પ્રસિદ્ધ અખંડ રામધૂન ચાલી રહી છે, તે મુખ્ય સત્સંગ હોલમાં ભક્તજનોને ઉનાળાના સમયમાં ઠંડક મળી રહે તેના ભાગરૂપે વિશાળ કદના પંખા નું વડોદરા ના કપુરીયા પરિવાર દ્વારા અનુદાન કરવામાં આવ્યું છે. સ્વ. રમેશભાઈ વાલજીભાઈ કપુરીયા (શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ના આજીવન ટ્રસ્ટી) ની આ ઈચ્છા પૂરી કરવા અને તેમના સ્મરણાર્થે તેમના પુત્ર કલ્પેશભાઈ, મે. ગોલ્ડન એન્જિનીયરીંગ કંપની પ્રા. લી., વડોદરા દ્રારા જામનગરના બાલા હનુમાન મંદિર માં આશરે રૂપિયા દોઢ લાખની કિંમતના ૧૬ ફુટ ના વિશાળ હેલીફેન પંખા નું અનુદાન આપ્યું હતું.
તાજેતરમાં તેના લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો, અને તે પંખો શ્રી બાલા હનુમાન મંદિરના સત્સંગ હોલમાં લગાવીને શરૂ કરી દેવાયો છે, આ તકે કપુરીયા પરિવાર તથા જામનગરના સ્વ. મહેશભાઈ રામાણી પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત અન્ય ટ્રસ્ટીગણ રવિન્દ્રભાઈ જોશી, કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડ્યા વગેરે દ્વારા કપુરીયા પરિવાર તથા રામાણી પરિવાર નું અભિવાદન કરાયું હતું. (૩.૫)
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
