હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચપલાના દારૂમાં પાણી ભેળવી પ્રીમીયમ બ્રાંડની બોટલમાં ભરી વેચવાનુ કારસ્તાન!
પડધરી પોલીસે ખંભાળા ગામની સીમમાં ઓરડીમાં દરોડો પાડી ૨.૨૬ લાખનો મુદામાલ કબ્જો કર્યોઃ ૩ શખ્સોની શોધખોળ

રાજકોટ, તા.૧૪: પડધરી પોલીસે ખંભાળા ગામની સીમમાં દરોડો પાડી ચપલાના દારૂમાં પાણી ભેળવી પ્રીમીયમ બ્રાંડની બોટલમાં વેચવાનું કારસ્તાન પકડી પાડી ત્રણ શખ્સોની શોખખોળ હાથધરી છે.
મળતી વિગત મુજબ પડધરી પોલીસે બાતમીના આધારે ખંભાળા- સરપદડ ચોકડી પાસે વાડી વાવતો દિલીપ ઉર્ફે- મિથુન નાનજીભાઇ મકવાણાની ઓરડીમાં તપાસ કરતા એક ઓરડીમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની ૧૮૦ બોટલ કિ. ૧.૨૬ લાખ મળી આવી હતી સાથો-સાથ ઓરડીમાંથી પાણીનું બેરલ મળી આવતા પોલીસે વધુ તપાસ કરતા એવું ખુલું હતું કુ, બે ચપલાનો વિદેશી દારૂ પ્રીમીયમ બ્રાંડની બોટલમાં ભરી તેમાં પાણી ભેળવી બોટલમાં પ્રીમીયમ બ્રાંડના દારૂના સ્ટીકર મારી વેચાણા કરતા હતા. આવી રીતે ૧૮૦ રૂા ના બે ચપલાનો વિદેશી દારૂ અંદાજે રૂા.૨૦૦૦ થી ૨૫૦૦ રૂા.માં વેચતા હતા.
દોરડા સમયે વાડી વાવનાર દિલીપ મળી ન આવ્યો હતો જયારે બે બાઇક મળી આવ્યા હતા પડધરી પોલીસે ૧.૨૬ લાખનો વિદેશી દારૂ, બે બાઇક, મોંધી બ્રાંડના દારૂના સ્ટીકરો તથા ખાલી બોટલો સહિત રૂા. ૨.૨૬ લાખનો મુદામાલ કબ્જે કરી વાડી વાવનાર દિલીપ તથા બે બાઇક ધારક સામે ગુનો દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
