News of Tuesday, 14th October 2025
જામનગરમાં દિવાળીના પર્વ નિમિત્તે રંગબેરંગી રોશનીનો ઝળહળાટ
જામનગરની ઐતિહાસિક ઇમારતો ભૂજીયો કોઠો અને રણમલ લેક તેમજ સરકારી કચેરીઓ ઝળહળી ઉઠી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૧૪: જામનગર શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે શહેરની ઓળખ સમાન ઐતિહાસિક ઇમારતો રણમલ તળાવ - લાખોટો કોઠો તથા તાજેતરમાં રેસ્ટોરેશન પામેલ ભુજીયા કોઠાનાં લાઇટ ડેકોરેશનથી તળાવની પાળે મનમોહક વાતાવરણ અને દ્રશ્ય આભા ઉદભવી છે. દિવાળીના તહેવારો દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગબેરંગી લાઈટોની રોશની ગોઠવીને નગરજનો માટે અનેરૂં આકર્ષણ ઊભું કર્યું છે. જે મનમોહક રંગબેરંગી દ્રશ્યો જોઈને નગરજનો પ્રફુલ્લિત થયા છે. બીજી તરફ જામનગર મહાનગર પાલિકા અને સેવા સદન સહિતની સરકારી કચેરીઓમાં પણ રોશનીનો શણગાર કરવામાં આવતાં જામનગર શહેરમાં દિવાળી પર્વનો માહોલ જામી રહ્યો છે. (૯.૧૭)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
