હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મૂર્તિ ખંડીત કરનારાને જાહેરમાં ફટકારો-મોઢા કાળા કરો
દત્તાત્રેય શિખરના મહંત મહેશગીરીની માંગણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: દત્તાત્રેય શિખર ના મહંતશ્રી મહેશગીરી બાપૂ દ્વારા ‘‘જૈન સમાજ આની પાછળ હોઈ શકે'' બાબત નું નિવેદન કર્યા હોવા ની પાયા વિહોણી વાત અને આક્ષેપ ભર્યો મેસેજ સ્થા. જૈન સંઘ જૂનાગઢ ના કોઈ પદાધિકારી દ્વારા કરવામાં આવેલ છે.
ગોરખનાથ મંદિર માં હુમલા બાબત દત્તાત્રેય શિખર ના મહંતશ્રી મહેશગીરી બાપૂ દ્વારા ફક્ત એકજ વિડીયો ના માધ્યમ થી પ્રતિક્રિયા આપવામાં આવેલ છે. જેમાં એક પણ વખત ‘‘જૈન'' શબ્દ કે ‘‘જૈન સમાજ'' કે કોઈ જ્ઞાતિ કે ધર્મ પર આક્ષેપ કરવામાં ન આવેલ હોવા છતાં આવા પ્રકારના મેસેજો કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા, અરાજકતા ફેલાવવા અને લોકો ને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો નિંદનીય છે.
જુનાગઢ ગીરનાર ગુરુ ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવાના જઘન્ય કળત્ય કરેલા આરોપીઓને પકડી પોલીસ ની સરાહનીય કાર્યવાહીને વિદેશ પ્રવાસેથી વિડિઓ સંદેશ દ્વારા બિરદાવતા મહેશ ગીરીબાપુ આવા નરાધમો ને જાહેર ચોકમાં ફટકારો એના મોઢા કાળા કરો અને હવે પછી કોઈપણ સંસ્થાઓમાં વેરિફિકેશન વગર આવા લોકોને પૂજા પાઠ કરવા કે પૂજારી તરીકે ન રાખવા જેવી પણ ખરાઈ કરવામાં આવશે અને ફરી એકવાર જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાનો હૃદયથી આભાર માન્યો હતો અને આ ઘટનાને ગણતરીના દિવસોમાં ઉકેલી અને આ કળત્ય કરનારાઓને ખુલ્લા પડેલ છે ફરી એકવાર જિલ્લા કલેકટર નો પણ આ તકે આભાર માન્યો હતો તેમ મહેશગીરીબાપુએ જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
