<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

મૂર્તિ ખંડિત કરનારા પગારદાર સેવક કિશોર સિંધી, ફોટોગ્રાફર રમેશ ભટ્ટની ધરપકડ

૧પ૬ સ્‍થળોએ તપાસ કરવામાં આવીઃ પ૦૦થી વધુ યાત્રાળુઓની હાજરી નોંધાઇઃ ૭૧ ગ્રુપનો ટેલિફોનીક સંપર્ક કરાવોઃ ર૦૦ વ્‍યકિતઓને ચેક કરાર્યા : ગિરનાર ઉપર ૬ હજાર પગથિયે શ્રી ગુરૂ ગોરક્ષનાથ મંદિરમાં બનેલી પડકારજનક ઘટનાનો ભેદ ઉકેલતી જુનાગઢ પોલીસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. ગઇ તા.૦૫/૧૦/૨૦૨૫ ના રાત્રીના ં આશરે ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરના ચાર અજાણ્‍યા ઇસમો દ્વારા ગોરક્ષનાથ મુર્તીનુ શિરચ્‍છેદ કરી મુર્તી ઉખાડી નાખી ખીણમાં ફેંકી દિધેલાનો બનાવ બનતા ભવનાથ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયેલ આ ગુન્‍હાની ગંભિરતાને ધ્‍યાને લઇ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચને સોપવામાં આવેલ હતી.

આ કામના આરોપીઓએ ફરીયાદીની ગીરનાર પર્વત પર આશરે છ હજાર પગથીયે આવેલ શ્રી ગુરૂ ગોરક્ષનાથ મંદિરમાં ગુનાહિત અપ પ્રવેશ કરી પુજારી સુતા હતા તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી મંદિરમાં રહેલ ફરી.ના શ્રી ગૂરૂ ગોરક્ષનાથ ધર્મનુ અપમાન કરવાના ઇરાદે મુર્તીનો શિરચ્‍છેદ કરી મુર્તી ઉખાડી નાખી ખીણમાં ફેકી દઈ મુર્તીની આશરે કિ.રૂા. પચાસ હજાર ની નુકશાની કરી તથા મુર્તીની આજુ-બાજુમાં રહેલ કાચ તોડી નાખી કાચની કિ.રૂા.વીસ હજાર ની નુકશાની કરી કુલ કિ.રૂા.સીતેર હજાર ની નુકશાની કરેલ. જે બનાવ ધાર્મીક જગ્‍યાનો અને હિન્‍દુ-સતાનન ધર્મ લગત મુદો હોય જે બાનાવ તાત્‍કાલીક ડીટેકટ કરવો ખુબ જ જરૂરી હોય. અને પર્વતીય વિસ્‍તાર તેમજ રાત્રીના સમયનો બનાવ હોય જેથી ખુબજ કઠીન અને પડકાર જનક સાબીત થયેલ હતો.

આ બનવા અતિ સંવેદનશીલ હોવાની સાથોસાથ ખુબ જ કઠીન  અને પડકારજનક સાબીત થતા જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાની સુચના તથા જુનાગઢ શહેર ડીઝીવનના પો. અધિ. હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇ. કૃણાલ એમ. પટેલને આ કામના આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય.

અલગ-અલગ ટીમો બનાવી તેમજ બાતમીદારોને સક્રિય કરી તમામ દ્રષ્ટીકોણથી તપાસ કરવામાં આવેલ. જે બનાવવામાં આવેલ અલગ-અલગ ટીમો આરોપીઓને શોધી કાઢવા માટે આકાશ પાતાળ એક કરી નાંખેલ હોય તેમ છતા સદરહું બનાવ ગીરનાર પર્વતીય વિસ્‍તારમાં બનેલ હોવાના કારણે ગીરનાર પર્વત પરની જુની સીડી તથા નવી સીડી રૂટના, રોપ-વે, ગીરનાર તળેટી તથા જૂનાગઢ શહેરના મળી કુલ-૧૫૬ જગ્‍યાના તા.૦૧/૧૦/૨૦૨૫ થી તા.૦૫/૧૦/૨૦૨૫ સુધીના કુલ-૧૦ ટીમો મારફતે સી.સી.ટીવી ફુટેજો મેળવી  આધારે ગીરનાર પર્વત પરની હાજરી વાળા વ્‍યકિતઓને ચેક કરવામાં આવેલ.

આ કામે ગીરનાર પર ભાર ઉંચકનાર, ડોલીવાળા, દુકાનો વાળા તેમજ ગીરનર પર અલગ અલગ જગ્‍યાએ મજૂરી કામ કરતા ર૦૦ થી વધુ વ્‍યકિતઓને ચેક કરવામાં આવેલ. તેમજ ભવનાથ તટેળીમાં આવેલ હોટલ, ધર્મશાળામાં રોકાયેલ વ્‍યકિતઓની માહિતી મેળવી તેઓની પણ પુછપરછ કરવામાં આવેલ.

આ કામે બનેલ બનાવ અંગે એફ.એસ.એલ. અધિકારીશ્રીની હાજરીમાં બનાવનો ડેમો તૈયાર કરવામાં આવેલ. જે ડેમોસ્‍ટ્રેન આધારે બનેલ બનાવમાં તુટેલ કાચના ડાયામીટરમાંથી ૫૦ કિ.ગ્રા. વજનની મુર્તિ નિકળી શકે તેમ ન હોય અને મંદિરનું તાળું ખોલી અને દરવાજા સિવાય મુર્તિ બહાર નિકળી શકવાની શકયતા ઓછી હોવાનું જણાય આવેલ.

જેથી ટેકનીકલ તથા સી.સી.ટી.વી. સોર્સના માધ્‍યમથી બનાવમાં કોઇને કોઇ અંદરની વ્‍યકિત સંડોવાયેલ હોવાની શંકા ઙ્કબળ થતા આ કામે તપાસ દરમ્‍યાન ગોરક્ષનાથ મંદિરની નજીક આવેલ દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરનાર રમેશ ભટ્ટ કે, જે અગાઉ ત્રણ મહિના મંદિરમાં પગારદાર તરીકે રોકાયેલ હોય. જેની સંડોવણી હોવાની હકિકત મળતા તેની યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા આખરે ભાંગી પડી જણાવેલ કે, તા.૦૪/૧૦/૨૦૨૫ ના રોજ સાંજના આરતી બાદ પોતાને ગોરક્ષનાથ મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજા ગોરખનાથની મુર્તિ તથા પાદુકા વાળા મંદિર પાસે લઇ ગયેલ ત્‍યારે પોતે સાઇડમાં ઉભેલ હતો અને મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાએ લોખંડની સ્‍ટીકથી મંદિરના કાચમાં બે થી ત્રણ ઘા મારી કાચ તોડી નાખી સ્‍ટીક મંદિરમાં પરત મુકી આવેલ.

ત્‍યારબાદ થોડા સમય પછી પોતે તથા મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજા પરત આવી મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાએ ચાવી વડે મંદિરનું તાળું ખોલી નાખેલ અને એક પગ મંદિર અંદર મુકી બે હાથથી મુર્તિ દરવાજા વાટે બહાર કાઢેલ અને મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાએ નીચેના ભાગે પકડી અને પોતાને માથાના ભાગે પકડવાનું કહેતા પોતે મુર્તિને માથાના ભાગે પકડીને દિવાલ સુધી લઇ જઇ મુર્તિને દિવાલ પરથી નીચે ખાઇમાં ફેંકી દિધેલ. ત્‍યારબાદ મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાને પોતે આવું કરવાનું કારણ પુછતા બાદ મેં બતાઉંગા તેમ કહેલ અને જણાવેલ કે, હું સવારે તારી પાસે આવી મુર્તિ ચોરી થઇ ગયેલ છે. તેમ જણાવું ત્‍યારે, તું આ વાતથી તદન અજાણ હોવાનો ઢોંગ કરજે.ઙ્ઘ તેમ કહેલ. આ બનાવમાં રમેશભાઇ હરગોવિંદભાઇ ભટ્ટ, બ્રાહ્મણ ઉ.પ૦, ધંધો વેપાર રહે. મુરલીધર એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૧૦૪, પહેલા માળ, રામાપીર મંદિરની સામે, મધુરમ બસ સ્‍ટોપ સામે, જુનાગઢ, કિશોર શીવનદાસ કુકરેજા સીંધી ઉ.૪ર રહે. ઉલ્લાસનગર, મુંબઇ, મહારાષ્‍ટ્રની ધરપકડ કરાઇ છે. 

આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા જૂનાગઢ શહેર વિભાગ તથા ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ.કળણાલ એમ.પટેલ તથા ક્રાઇમ બ્રાન્‍ચના અધિકારી તથા પો.સ્‍ટાફ તથા નેત્રમ શાખાના પો.સ્‍ટાફનાઓ દ્રારા કરવામાં આવેલ છે.  

(1:34 PM IST)