<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ભાજપનો સ્‍વદેશીબનો નારો પોકળ સાબિતઃ અમરેલી જીલ્લા કોંગ્રેસનો આક્ષેપ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૪: ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા તાજેતરમાં દેશની આર્થિક સ્‍થિત પોતાના કરતુત થી નબળી થઈ ગઈ છે ત્‍યારે સ્‍વદેશીના નારા હવાતીયા મારી દેશની જનતાને ઉંધા ચશ્‍મા પેરાવાનો પ્રયત્‍ન કરી છે. મુખ મેં રામ ઓર બગલ મે છુરી એવા કુસંસ્‍કારોથી માહિર ભારતીય જનતા પાર્ટીએ અમરેલીમાં તાજેતરમા રાજ્‍યના મળદુભાષી મુખ્‍યમંત્રીના હસ્‍તે સ્‍વદેશીનો નારો આપી નાના વેપારીઓને સ્‍વદેશી વસ્‍તુઓનો વપરાશ કરવા અને વેચાણ કરવા દુકાને - દુકાને સ્‍વદેશી અપનાવોના સ્‍ટીકરો મારવાનો મસમોટો તાયફો કર્યો હતો અને સરકારી તિજોરી ઉપર ભાર વધાર્યો હતો. આ અંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્‍વદેશીના ભાજપના નારા નો પરપોટો ફોડવા જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા દિવાળીના દિવસોમાં બજારોમાં ચાઇનીઝ ફટાકડા અને ચાઇનીઝ માલ નો જે ભરાવો અને વેચાણ થઈ રહ્યું છે તેનો વિરોધ કરવા મેદાને પડશે. જિલ્લા કોંગ્રેસના અગ્રણી આગેવાનો જિલ્લા પ્રમુખશ્રી પ્રતાપભાઇ દુધાત, શ્રી વિરજીભાઇ ઠુંમર, શ્રી પરેશભાઇ ધાનાણી, શ્રી ઠાકરશીભાઇ મેતલીયા, શ્રી જેનીબેન ઠુંમર, શ્રી ડી.કે.રૈયાણી, શ્રી અર્જુનભાઇ સોસા તેમજ જિલ્લા કોંગ્રેસના અગ્રણી શ્રી ટીકુભાઇ વરૂ, શ્રી નંદલાલ ભડકણ, શ્રી સંદિપભાઇ ધાનાણી, શ્રી સંદિપભાઇ પંડયા, શ્રી તેજસભાઇ મસરાણી તેમજ યુવક કોંગ્રેસ એન.એસ.યુ.આઇ. ના અગ્રણી કાર્યકર્તાઓની એક ટીમ દિવાળીના દિવસોમાં ફટાકડાના સ્‍ટોલોમાં તથા શહેરી વ્‍યાપારી મથકોની દુકાનોમાં ચાઇનીઝ માલનો વેપાર કરીને રાષ્‍ટ્રદોહ કરનારાઓને ખુલ્લા પાડવાનો પ્રયત્‍ન કરશે. આ અંગે ચાઇનીઝ ફટાકડાનો વેપાર કરતા વેપારીઓને નમ્ર વિનંતી છે કે, બજારમાં ચાઇનીઝ ફટાકડા હરગીજ વહેચે નહીં જેની ખાસ કાળજી રાખે તેમજ પ્રશાસકો અને અધિકારીઓ પણ વિદેશી માલ બજારમાં ન વહેચાઇ તેની ખાસ કાળજી રાખે. જો આ અંગે સ્‍વદેશીના સ્‍ટીકરો લગાડી અને વિદેશી માલનો વેપ્‍લો કરનાર ને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આગળની કાર્યવાહી કરશે. વર્તમાન સમયમાં દેશમાં તથા રાજ્‍યમાં ભાજપનાં કાર્યકર્તાઓ અને આગેવાનો ફોટા સેશનો કરી પોતાનું વજન દેખાડીને પ્રજાને સ્‍વદેશનો નારો આપે અને પોતે વિદેશી તમામ ચીઝોનો ઉપયોગ કરે છે ત્‍યારે ભારતીય જનતા પાર્ટીની જુઠ્ઠા બોલી સરકારે આર્થિક બેહાલીનો પાપ છુપાવવા સ્‍વદેશીનો નારો આપી અને આ નારા થી દેશની અને ગુજરાતની જનતાને વડાપ્રધાનશ્રીએ તથા મુખ્‍યમંત્રીશ્રીએ ધાક પિછોડો કરી દેશને લુંટવાનું કામ કર્યુ છે જે માફ કરી શકાય તેમ ન હોય અને ટેક્ષ (જી.એસ.ટી.)ના ભારણમાં સમગ્ર રાજ્‍યની જનતા મોંઘવારીથી પીડાઇ રહી છે ત્‍યારે આવા તાયફા અને તમાશા કરનારાઓને હવે ઓળખવા પડશે અને લોકો સ્‍વયંમ નિર્ણય કરી ગાંધીજીના સ્‍વદેશીના નારાને અપનાવી સાર્થક કરે અને ઓનલાઇનથી ખરીદી કરનારાઓ શહેરના નાના મધ્‍યમ વેપારીઓનું હિત જોઇ તેમના આર્થિક ભારણને ઘટાડવામાં સ્‍વદેશી અપનાવી સહયોગ કરે તેવી એક જાહેર અપીલ પણ ઉપરોકત અગ્રણીઓએ કરી હતી તેમ એક યાદીમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણી શ્રી નરેશ અધ્‍યારૂ એ જણાવ્‍યું હતું.

(1:38 PM IST)