News of Tuesday, 14th October 2025
અમરેલી પોલીસે ત્રણ તસ્કરોને ઝડપી લીધાઃ નડાળાના મંદિર સહિત બાબરા પંથકની ૩ ચોરીનો ભેદ ઉકેલાયો

અમરેલી, તા.૧૪: એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન આધારે ત્રણ પરપ્રાંતીય શકમદ ઇસમોને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમોની સઘન પુછ પરછ કરતા બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં ચોરીઓના ૩ ગુનાઓની કબુલાત આપતા, ઘરફોડ ચોરી ૩ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
(૧) માનસિંહ ખમસિંહ પરવડીયા, ઉ.વ. ૨૯, રહે.ચગદી, તળવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(૨) રાજકુમાર રામસીંગ રાવત, ઉ.વ.૨૭, રહે.બેનપુરા કુરવાડા, ડોગરી ફળીયુ, તા.જિ.ખંડવા (મધ્યપ્રદેશ) હાલ
(૩) મનોજ રામસીંગ રાવત, ઉ.વ.૧૯, રહે.બેનપુરા કુરવાડા, ડોગરી ફળીયુ, તા.જિ.ખંડવા (મધ્યપ્રદેશ) હાલ રહે.ઉટવડ ગામની સીમ ને (૧) રોકડા રૂ.૧૪,૦૦૦/
(૨) મોટર સાયકલ GJ-05-EF-૩૬૬ કિ.રૂ.૧૦,૦૦૦/
(૩) મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૫૦,૦૦૦/
(૪) મોબાઇલ ફોન નંગ - ૩ જેની કિ.રૂ.૧૫,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૮૯,૦૦૦/ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આજથી આશરે પાંચેક દિવસ પહેલા રાત્રીના ત્રણેય ઇસમો મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના નડાળા ગામે ગયેલ. માતાજીના મઢની લોખંડની ગ્રીલનું તાળુ તોડી, મઢમાં પ્રવેશ કરી દાન પેટી તથા માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલ નાના મોટા ચાંદીના વીસેક જેટલા છત્તરની ચોરી કરી જતા રહેલ. મઢમાંથી ચોરી કરેલ દાન પેટીમાંથી આશરે વીસેક હજાર રોકડ રકમ મળેલ હોવાની હકિકત જણાવેલ.
બારેક દિવસ પહેલા રાત્રીના ત્રણેય ઇસમો મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના ગરણી ગામે ગયેલ. ગરણી ગામમાં એક રહેણાંક મકાનની ડેલીનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી, મકાનના રૂમનું તાળુ તોડી, રૂમમાં રાખેલ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ તેમજ મકાનમાં આવેલ દુકાનમાંથી સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. ની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ.
સોળેક દિવસ પહેલા રાત્રીના ત્રણેય ઇસમો મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના વલારડી ગામે ગયેલ. વલારડી ગામમાં એક બંધ રહેણાંક મકાનની દિવાલ ટપી પ્રવેશ કરી મકાનના ફળીયામાં આવેલ માતાજીના મઢની લોખંડની ગ્રીલનું તાળુ તોડી. મઢમાં રાખેલ દાનપેટીનો લોકતોડી રોકડ રકમ તથા માતાજીની મૂર્તિ ઉપર બે ચાંદીના મોટા છત્તર તથા બીજા નાના મોટા તથા એક સોનાના છત્તરની ચોરી કરેલ હતી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. આર.એચ.રતન તથા એ.એસ.આઇ. કનાભાઈ સાંખટ, હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. મનિષભાઈ જાની, અશોકભાઈ કલસરીયા, તુષારભાઈ પાંચાણી, ગીરીરાજસિંહ જાડેજા, આદિત્યભાઇ બાબરીયા, મહેશભાઈ મુંધવા, અશોકભાઈ સોલંકી, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
