News of Tuesday, 14th October 2025
કચ્છના રાપર એસટી ડેપો માં ચાર નવી ગુર્જર નગરી એસટી બસોનું લોકાર્પણ કરાયું : કચ્છથી ઝાલોદ, વડોદરાના રૂટ ચાલુ કરાયા
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી તથા એસટી નિગમ ને રાપર એસટી ડેપો ખાતે નવા વાહનો ફાળવવા માટે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ની માંગણીને અનુલક્ષીને એસટી નિગમ દ્વારા ચાર ગુર્જર નગરી વાહનો ફાળવવામાં આવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : રાજ્યના વાહન વ્યવહાર મંત્રી તથા એસટી નિગમ ને રાપર એસટી ડેપો ખાતે નવા વાહનો ફાળવવા માટે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ની માંગણી ને અનુલક્ષીને એસટી નિગમ દ્વારા ચાર ગુર્જર નગરી વાહનો ફાળવવામાં આવ્યા છે જે રાપર ઝાલોદ સવારે સાડા સાત વાગ્યે તથા રાપર વડોદરા સવારે સાડા અગિયાર વાગે ના રુટ મા ફાળવવા મા આવ્યા છે જેનુ લોકાર્પણ આજે રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ અંગે રાપર એસટી ડેપો મેનેજર જે.બી.જોશી એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર એસટી ડેપો માં આજે નિગમ દ્વારા ચાર ગુર્જર નગરી વાહનો ફાળવવામાં આવ્યા છે ઉપરાંત આગામી સમયમાં પણ વધુ વાહનો ફાળવવા મા આવશે એટલે વાગડ વિસ્તારના લોકો માટે ખુબ ઉપયોગી થશે આજે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમ માં વિનુભાઈ થાનકી માજી શહેર પ્રમુખ ઉમેશ ભાઈ સોની એટીઆઇ વેરશીભાઈ સોલંકી મોહનભાઈ બારોટ શરીફભાઈ ચૌહાણ નશાભાઈ દૈયા લાલજી કારોત્રા ભગવાનદાન ગઢવીગુમાનસિંહ સોઢા વિજય ગૌસ્વામીમાજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા મદુભા વાઘેલા રમેશ ભાઈ ચાવડા નર્મદા બેન સોલંકી મેમાભાઈ ચૌહાણ હસુમતિબેન સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
