News of Tuesday, 14th October 2025
શ્રી દ્વારકાધીશ મંદિરમાં દિપાવલી નૂતન વર્ષ ઉત્સવ ઉજવાશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૪ : દ્વારકામાં દિપાવલી પર્વ શ્રી દ્વારકાધીશ ભગવાનના સાંનિધ્યમાં ધામધૂમથી ઉજવાશે.
તા. ૧૯ ને રવિવારે ધનતેરસના નિત્યક્રમ મુજબ દર્શન, તા. ર૦ ને સોમવારે રૂપ ચતુર્દશી-દિવાળી, મંગળા આરતી સવારે પઃ૩૦ વાગ્યે, સ્નાન દર્શન બંધ સવારે ૬:૩૦ થી ૭:૩૦ સુધી અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ, અનોસર દર્શન બંધ બપોરે ૧ વાગ્યે, ઉત્થાપન સાંજે પ વાગ્યે, હાટડી દર્શન સાંજે ૮:૧પ વાગ્યે, શયન રાત્રીના ૯:૪પ વાગ્યે.
તા. ર૧ ને મંગળવારે અન્નકુટ ઉત્સવ, અંતર્ગત મંગળા આરતી સવારે ૬:૩૦ વાગ્યે, ગોવર્ધન પૂજા સવારે ૧૧:૩૦ વાગ્યે, અનોસર દર્શન બંધ બપોરે ૧ વાગ્યે, અન્નકુટ દર્શન સાંજે પ થી ૭ શયન રાત્રે ૯:૪પ વાગ્યે, તા. રર ને બુધવારે નૂતન વર્ષ અંતર્ગત નિત્યક્રમ મુજબ દર્શન કરી શકશે.
તા. ર૩ ને ગુરૂવારે ભાઇબીજ પર્વમાં મંગળા આરતી સવારે ૭ વાગ્યે તથા અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે.
તેમ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટર હિમાંશુ એલ. ચૌહાણની યાદીમાં જણાવ્યું છે.(તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
