<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ યુએનનાં પ્રવાસે : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિની બેઠકમાં તેમણે ભારતમાં મહિલા સશક્તિકરણ માટે થઈ રહેલા સરકારનાં પ્રયાસો અંગે વાત કરી: 'મહિલા સશક્તિકરણ' વિષય પર ઇન્ટરેક્ટિવ ડાયલોગ બેઠકમાં તેમણે કહ્યું -પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે

જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ હાલ યુએનનાં પ્રવાસે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સાંસદ પૂનમબેન માડમ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિની બેઠકમાં તેમણે પ્રવચન પણ આપ્યું છે. 'મહિલા સશક્તિકરણ' વિષય પર ઇન્ટરેક્ટિવ ડાયલોગ બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે કહ્યું કે, "પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે." 

   જામનગરનાં સાસંદ અને ભાજપનાં જાણીતા મહિલા નેતા પૂનમબેન માડમ હાલ સંયુક્ત રાષ્ટ્રનાં પ્રવાસે છે. અહીં, તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. યુએન થર્ડ કમિટીનાં 'ઇન્ટરેક્ટિવ ડાયલોગ ઓન ધ એડવાન્સમેન્ટ ઓફ વુમન'માં તેમણે પ્રવચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને સતત કાર્યશીલ છે. આ સાથે તેમણે ભારતમાં મહિલાઓનાં ઉત્કર્ષ માટેની ત્રિવિધ અમલી યોજનાઓની માહિતી પણ આપી હતી. 

    સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિની બેઠકમાં સાંસદ પૂનમ માડમે 'આશા' બહેનો માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી વિવિધ યોજનાઓ અંગે વાત કરી હતી. તેમણે વડાપ્રધાન વીમા યોજના, પીએમ પેન્શન યોજના, હેલ્થકેર એનુઅલ કવરેજ સહિતની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. સાથે જ ભારતમાં મહિલા સશક્તિકરણ માટે થઈ રહેલા પ્રયાસો અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી.

(10:30 PM IST)