News of Tuesday, 14th October 2025
મોરબીના ઘૂટું ગામની સીમમાં કુવામાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત: ઓળખ મેળવવા તજવીજ.
મૃતદેહ ફોરેન્સિક પીએમ કરાવી હાલ મોરબી સરકારી હોસ્પીટલન કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કુવાના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું છે જેથી મૃતકની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં અમોતનો બનાવ બન્યો છે જેમાં મૃતક અજાણ્યો પુરુષ આશરે ૩૦ થી ૪૦ વર્ષ વાળો આજે તા. ૧૪ ના રોજ ઘૂટું ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવામાં કોઈ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મૃતદેહ ફોરેન્સિક પીએમ કરાવી હાલ મોરબી સરકારી હોસ્પીટલન કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે મૃતકના સગા સંબંધી અંગે કોઈ ઓળખ થઇ નથી જેથી મૃતક અંગે કોઈ માહિતી મળે તો મોરબી તાલુકા પોલીસ મથક ૬૩૫૯૬ ૨૬૦૬૬ અને તપાસ ચલાવનાર એ એમ ગરીયા મો.નં. ૯૬૦૧૧ ૪૬૭૭૦ પર માહિતી આપવા પોલીસે અપીલ કરી છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
