<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો

“કૃષિ મહોત્સવ થકી કૃષિ કલ્યાણની વિવિધ યોજનાઓના લાભ આજે જન જન સુધી પહોંચ્યા છે”

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી – સનાળા ખાતે ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો હતો. આ પ્રસંગે હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવનો દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ  કરાવ્યો હતો જેના થકી કૃષિ કલ્યાણની વિવિધ યોજનાઓના લાભ આજે જન જન સુધી પહોંચ્યા છે. ખેડૂતોના કલ્યાણ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. વધુમાં તેમણે સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ યાંત્રિકીકરણ, સ્માર્ટફોન સહાય તેમજ ખેતરની ફરતે તારની વાડ બનાવવા સહિતની યોજનાઓની વાત કરી હતી.

     ખેડૂતોનો કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા તથા વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ખેતી ખર્ચ ઘટાડી તેમની આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે યોજાયેલ ‘રવિ કૃષિ મહોત્સવ’ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ લગતી તાર ફેન્સીંગ, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર પંપ, ટ્રેક્ટર, કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૧૩.૧૬ લાખથી વધુના લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સફળ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા


 

(12:39 AM IST)