News of Wednesday, 15th October 2025
મોરબી યમુનાનગર સોસાયટીમાંથી દારૂની દારૂના જથ્થા સાથે એક શખ્શ ઝડપાયો
પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના યમુનાનગર સોસાયટીમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા યમુનાનગર સોસાયટી તરફ જતા રસ્તેથી આરોપી રવિભાઈ જીતેન્દ્રભાઈ પાલા (ઉ.વ.૩૦) (રહે લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી વાળા) ને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૨૪ બોટલ કીમત રૂ ૧૩,૨૦૦ નો જથ્થો કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
