<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ગોંડલ રેલ્‍વે સ્‍ટેશન પાસેથી ભિક્ષુકની લોહી લોહાણ હાલતમાં લાશ મળી આવી

બગીચાની પાળી ઉપરથી પડી જવાથી મોત થયાની આશંકા

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.                    ૧૫ :  ગોંડલનાં રેલ્‍વેસ્‍ટેશન પાસે આવેલા બગીચાની ગોળાઇ પાસે વળધ્‍ધ ભિક્ષુકનો લોહીલુહાણ હાલતમાં મળતદેહ મળી આવતા બી ડીવીઝન પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇ મળતદેહ ને પીએમ અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડી શંકાસ્‍પદ લાગતી ઘટનામાં પડી જવાથી માથામાં ગંભીર ઇજાઓને કારણે મોત થયાંનાં અનુમાન સાથે પીઆઇ જે.પી.રાવે તપાસ હાથ ધરી છે.  

 પ્રાપ્ત વિગત મુજબ રેલ્‍વેસ્‍ટેશન પાસેનાં બગીચાની ગોળાઇ પાસે વિરપુર રહેતા અને ગોંડલ રેલ્‍વેસ્‍ટેશન નજીક ભિક્ષાવળતિ કરતા બળવંતગીરી બાબુગીરી ગૌસ્‍વામી ઉ.૬૦ સવારે લોહીથી લથપથ મળત હાલત માં મળી આવતા હોસ્‍પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે પીઆઇ.રાવે જણાવ્‍યું કે બગીચા આસપાસ નાં સીસી ટીવી ફૂટેજ ચેક કરી બનાવ અંગે હાલ આકસ્‍મિક મોત દર્જ કરી તપાસ હાથ ધરી છે.

(10:52 AM IST)