News of Wednesday, 15th October 2025
મગફળીની ખરીદી મર્યાદા ૨૦૦ મણ કરવાની માંગ
ખેડૂતોમાં ફેલાયેલા ‘૭૦ મણ'ના ભ્રામક પ્રચારને ડામવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જીલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ જાડેજા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૫: ધ્રોલના ખારવા જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતી ચેરમેન લગધીરસિંહ જાડેજાએ મુખ્ય મંત્રીને લેખીત પત્ર દ્રારા રજુઆત કરવા મા આવી ગુજરાતમાં ચાલુ ખરીફ સીઝનમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે, ત્યારે ખેડૂતો દીઠ ટેકાના ભાવે થનારી ખરીદીના જથ્થાની જાહેરાતને લઈને રાજકારણ ગરમાયું છે. જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને APMC ધોલના ડાયરેક્ટર લખધીરસિંહ આર. જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ખેડૂતો દીઠ ઓછામાં ઓછા ૨૦૦ મણ મગફળી ખરીદવાની તાત્કાલિક જાહેરાત કરવા માટે ભારપૂર્વક વિનંતી કરી છે.
ભ્રામક પ્રચારથી ખેડૂતોમાં ગેરસમજઃ શ્રી જાડેજાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારે ટેકાના ભાવો જાહેર કર્યા છે, પરંતુ ખેડૂત દીઠ ખરીદીનો મહત્તમ જથ્થો હજુ જાહેર કરાયો નથી. આ વિલંબને કારણે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ખેડૂતોમાં ‘સરકાર ફક્ત ૭૦ મણ મગફળી જ ખરીદશે' તેવો ભ્રામક પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસ દરમિયાન તેમને ખેડૂતો તરફથી આ અંગે અનેક રજૂઆતો મળી છે.
પત્રમાં લખધીરસિંહ જાડેજાએ ધ્યાન દોર્યું છે કે ગુજરાત મગફળીના ઉત્પાદનમાં દેશમાં મોખરે છે અને સૌરાષ્ટ્ર મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે. તેમણે સરકારના ખેડૂતલક્ષી નિર્ણયો પર વિશ્વાસ વ્યક્ત કરીને વિનંતી કરી છે કે આ ભ્રામક પ્રચારને અટકાવવા અને ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ.
‘અમારી આપને અરજ છે કે વિપક્ષો દ્વારા થતો ભ્રામક પ્રચાર અટકાવવા માટે વહેલી તકે ખેડૂતો લક્ષી નિર્ણય કરીને મીનીમમ ૨૦૦ મણ મગફળી ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવે,' એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું. ખેડૂતોના હિતમાં વહેલી તકે આ અંગે નિર્ણય લેવાય અને ખરીદીની મર્યાદા ૨૦૦ મણ જેટલી વધારાય તેવી અપેક્ષા સાથે આ અહેવાલ સબમિટ કરવામાં આવ્યો છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
