News of Wednesday, 15th October 2025
જામખંભાળીયા ખાતે યોજાયેલ યુવા મહોત્સવમાં રાજકોટનાં ‘ધર્મેન્દ્ર પંડયા' દિગ્દર્શિત એકાંકી ‘ફ્રી સ્ટાઇલ ગવાહી' સૌરાષ્ટ્ર - જીલ્લા કક્ષાએ પ્રથમ

તાજેતરમાં યોજાયેલ યુવક મહોત્સવમાં ધર્મેન્દ્ર પંડયા દિગ્દર્શિત એકાંકી હિન્દી નાટક ફ્રી સ્ટાઇલ ગવાહી યુનિવર્સીટી લેવલે પ્રથમ આવ્યું. જામખંભાળીયા ખાતે યોજાયેલ યુવા મહોત્સવમાં ભક્ત કવી નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં ઇંગ્લીશ ડિપાર્ટમેન્ટનાં પળથ્વીનાં સંગીત સંકલન સાથે દિશા, નિસર્ગ રાઠોડ, તસ્મીયા કુરેશી, કુવિશા ઓઝા, ભાર્ગવ સિંધવ, મહેક, માનવ નંદાણી અને રાહુલ જેવા યુવા વિદ્યાર્થી - કલાકારોને જાણીતા લેખક-દિગ્દર્શક દ્વારા જીણવટ ભરી તાલીમ મળતા ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓએ ઉત્કળષ્ટ દેખાવ કરી જીલ્લા લેવલની એકાંકી સ્પર્ધામાં પ્રથમ તથા સ્કીટ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા ભવનનાં અધ્યક્ષ શ્રી પ્રોફેસર ડો.ફિરોઝ શેખ તેમજ ડો.ચેતન ત્રિવેદી, ડો.રૂપા ડાંગર, ડો.ઓમ જોષી, ડો.પાર્થ મહેતા અને હેમાંગ ભટ્ટ સહિત યુનિવર્સીટીનાં તમામ હોદ્દેદારોએ યુવા કલાકારોને બિરદાવતા આગળ પણ તેઓ ઉત્કળષ્ટ દેખાવ કરે તેવી શુભકામના પાઠવી હતી. તેમજ શ્રી રંજની આર્ટસનાં ડો.નીપા દવે પંડયા , ભારતીબેન દવે, અટલ શર્મા, તથા જુગ્તા દવે અને કલા સંસ્થાનાં તમામ સદસ્યો તેમજ રાજકોટ જુનાગઢનાં કલા રસીકોએ કાકા હાથરસી લિખીત એકાંકીને ધર્મેન્દ્ર પંડ્યાનાં શ્રેષ્ઠ દિગ્દર્શનથી મળેલ ન્યાય બદલ અભિનંદન પાઠવ્યા હતાં. રચનાકર, ઘર ઘર દિવા થાય, ઉષા પરિણય, પવન ને પગલે ચાલી તું અને મન માનવ ને મર્યાદા જેવા નાટકોનાં લેખક-દિગ્દર્શક વિદ્યાર્થીઓને તાલિમ આપતા તેમજ વિજેતાની ટ્રોફી - પ્રમાણપત્ર સ્વીકારતા સદસ્યો તેમજ શિલ્ડ સાથે એકાંકી કલાકારોની ટીમ તસ્વીરમાં નજરે પડે છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
