News of Wednesday, 15th October 2025
પોરબંદર ઉદ્યોગપતિ ચેતનભાઇ થાનકીને સરકારની પ્રો-એકટીવ ઉદ્યોગ નીતીનો લાભ
પરંપરાગત ઉદ્યોગને અદ્યતન બનાવવા અપાય છે ૭,૭પ લાખની કેપીટલ સહાય અને ૩.૯૧ લાખની વ્યાજ સહાય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૫ : ઉદ્યોગોપતિ ચેતનભાઈ થાનકીને સરકારશ્રીની પ્રો-એક્ટિવ ઉદ્યોગ નીતિનો લાભ મળ્યો છે. તેઓને પરંપરાગત ઉદ્યોગને આધુનિક બનાવવા મળી ૭.૭૫ લાખ રૂપિયાની કેપિટલ સહાય અને ૩.૯૧ લાખ રૂપિયાની વ્યાજ સહાય ચુકવાઇ છે.
રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોના આધુનિકરણ અને વિકાસને વેગ આપવા માટે ઘડાયેલી વિવિધ યોજનાઓનો લાભ લઈને અનેક પરંપરાગત એકમોએ સફળતાના નવા શિખરો સર કર્યા છે. આ સફળતાગાથામાં પોરબંદર જિલ્લાના ચેતનભાઇ અમળતલાલ થાનકીનું સીંગદાણાનું કારખાનું પણ જોડાયું છે.
ઉદ્યોગપતિ ચેતનભાઈ થાનકી, જેઓ છાયા પોલિટેક કોલેજની પાછળ મગફળીમાંથી સિંગદાણા બનાવવાનું કારખાનું ચલાવે છે, તેઓ પરંપરાગત વારસાગત વ્યવસાયને આધુનિકતાના રંગે રંગીને આગળ વધારવા માંગતા હતા. આધુનિકરણની જરૂરિયાત ઊભી થતાં, તેમણે તાત્કાલિક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદરનો સંપર્ક કર્યો હતો.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચેતનભાઈને ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ ૨૦૨૦ અંતર્ગત ઉપલબ્ધ સહાય યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ નીતિના માર્ગદર્શન હેઠળ, ચેતનભાઈએ આધુનિક મશીનરી સ્થાપિત કરવા માટે ઈં ૩૫ લાખની લોન મેળવી છે.
આ લોનના માધ્યમથી, તેમણે કારખાનામાં નવી આધુનિક મશીનરી સ્થાપિત કરી. ઉદ્યોગ નીતિ ૨૦૨૦નો લાભ મેળવતા, તેમને નોંધપાત્ર નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. ચેતનભાઈને આ નીતિ અંતર્ગત કેપિટલ સહાય રૂપે ૭.૭૫ લાખ રૂપિયા મળેલ છે. આ ઉપરાંત, તેમને વ્યાજ સહાય રૂપે ૩.૯૧ લાખ રૂપિયા પણ મળેલ છે. ચેતનાભાઈ જણાવે છે કે હજુ પણ વધુ તેમને સબસીડી મળવાપાત્ર છે.
ઉદ્યોગપતિ ચેતનભાઈ થાનકીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની આ જે નીતિ જે છે એ ખૂબ સરસ છે. વધુમાં તેમણે રાજ્યના અન્ય ઉદ્યોગ સાહસિકોને પણ આ નીતિનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. ચેતનભાઈની આ સાફલયગાથા રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ ઉદ્યોગ નીતિના સકારાત્મક પરિણામોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
