<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મોરબી માર્કેટિંગ યાર્ડમાં તા. 18 થી 26 દિવાળી વેકેશન.

તા. 18-10-2025 (શનિવાર) ના રોજ ફક્ત પડતર માલની હરરાજી લેવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), મોરબીમાં આગામી ता. 18-10-2025 थी ता. 26-10-2025 સુધી દિવાળીના તહેવાર નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગમાં રજા જાહેર કરાઈ છે. આ સમયગાળા દરમિયાન હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે.

તેમજ જણાવાયુ છે કે તા. 17-10-2025 (શુક્રવાર) ના રોજ સવારના 10:00 વાગ્યા સુધી જ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે. અને તા. 18-10-2025 (શનિવાર) ના રોજ ફક્ત પડતર માલની હરરાજી લેવામાં આવશે.
  ખાસ તા. 18-10-2025 (શનિવાર) થી તા.26-10-2025 (રવિવાર) સુધીના રજાના દિવસોમાં કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તા. 27-10-2025 (સોમવાર) ના રોજ હરરાજીનું કામકાજ રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તા. 26-10-2025 (રવિવાર) ના રોજ સાંજના 04:00 વાગ્યા પછી જણસીની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે. કમિશન એજન્ટોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના ખેડૂતોને આ અંગેની જાણ કરે

(10:47 PM IST)