<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર ખાડાને કારણે વાહનચાલકોને હાલાકી, તુરંત કાર્યવાહીની માંગ.

મોટા સ્પીડબ્રેકર ઉપર ખાડો પડયો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર એક મોટા સ્પીડબ્રેકર ઉપર ખાડો પડયો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે અહીં અવારનવાર ટ્રાફિકજામ પણ રહે છે. આ સમસ્યાને કારણે આસપાસના વેપારીઓની પણ મુશ્કેલી વધી છે. જેથી આ મામલે તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(10:49 PM IST)