<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

બેડલાથી બોઘરા બંદર સુધી સુવિધાપથનું જીતુ સોમાણીના હસ્‍તે ખાતમૂહુર્ત

રાજકોટ : બેડલા ગામથી બોઘરા બંદર ગામ સુધી રૂ. ૧૦૦ લાખના ખર્ચે નવા સુવિધાપથ (સી.સી. રોડ)ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વાંકાનેર વિધાનસભાના ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણીના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ  ભૂપતભાઈ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયત સભ્‍ય ભીખાભાઈ ગોવાણી, તાલુકા ભાજપ મહામંત્રી વિપુલભાઈ બસીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ ગોહેલ, બેડલા સહકારી મંડળી પ્રમુખ નાથાભાઈ સોરાણી, જિલ્લા પંચાયત અધિકારી ધવલભાઈ, તલાટી મંત્રી મહેન્‍દ્રસિંહ જાડેજા, વિઠ્ઠલભાઈ બોદર, પરશુરામભાઇ દેશાણી, ડાયાભાઈ બોદર તેમજ આસપાસના ગામોના સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

આ તકે ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણીએ જણાવ્‍યું કે,ગામડાઓમાં માર્ગ, પાણી, આરોગ્‍ય અને શિક્ષણ જેવી સુવિધાઓ પહોંચાડવી એ જ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત'ના સપનાને સાકાર કરવાનું પ્રથમ પગલું છે. ગ્રામ્‍ય વિકાસ એ જ રાષ્‍ટ્ર વિકાસનો પાયો છે. દરેક ગામને આધુનિક સુવિધાઓ મળી રહે તે જ આપણું ધ્‍યેય છે. આ તકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદર એ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

(11:21 AM IST)