<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ભાવનગરમાં સસરા અને પત્‍નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬: બોરતળાવ વિસ્‍તારમાં  હાદાનગર વિસ્‍તારમાં રહેતા આધેડની તેના સસરા અને પત્‍નિએ છરીના ઘા ઝિંકી હત્‍યા કરી દીધાંનો બનાવ બનતા ચકચાર મચી હતી. બનાવને પગલે બોરતળાવ પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી મળતદેહને હોસ્‍પિટલ ખસેડયો હતો. જ્‍યારે આ મામલે મળતકના નાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ  હોસ્‍પિટલેથી ઘરે જતાં હતા, તે દરમિયાન  બોરતળાવ વિસ્‍તારમાં આવેલા ગુરૂનગરના નાકે પહોંચતા તેમના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્‍નિ મીનાબેન સુરેશભાઈ રાઠોડે ભેગા મળી તેમના પર તિક્ષ્ણ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્‍યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચી મળતદેહને હોસ્‍પિટલ ખસેડયો હતો. બનાવ અંગે મળતકના નાનાભાઈ નિતીનકુમાર શરદભાઈ રાઠોડ (રહે.સર્વોદય સોસાયટી)એ બોરતળાવ પોલીસ મથકમાં મનસુખ નટુભાઈ પરમાર અને મીનાબેન સુરેશભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મોટાભાઈ અને ભાભી વચ્‍ચે અવારનવાર ઝઘડા થતાં હોય અને ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જે મામલે તેમના ભાઈના પત્‍નિ અને સસરાએ મળીને હત્‍યા કરી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.(૨.૩)

(11:43 AM IST)