News of Thursday, 16th October 2025
ગુજરાતમાં નૂતન વર્ષે વાતાવરણ પલટાશે! વાદળછાયું,
ધુમ્મસ અને કમોસમી વરસાદની શકયતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧૬: નૂતન વર્ષના આગમન પુર્વે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફારની શકયતા છે. આજે ૧૬થી ૨૭ ઓક્ટોબર દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના દરિયાઈ પટ્ટીમાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શકયતા છે. આ દિવસોમાં વાદળછાયું અને ધુમ્મસવાળું વાતાવરણ છૂટાછવાયા વરસાદી ઝાપટા અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની શકયતા છે. વાતાવરણમાં ગરમી, ઠંડક અને ભેજનું મિશ્રણ અનુભવાશે, જેનાથી લોકોને ત્રણ ઋતુનો અહેસાસ થશે. સિસ્ટમની ગતિવિધિઓ મહારાષ્ટ્રમાં ગઈકાલે પહોચ્યું હતુ જે આજે સાંજે દક્ષિણ ગુજરાત તરફ કુચ કરતુ દેખાશે.(૨.૧૦)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
