<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

અમરેલી જેસીંગપરાની સગર્ભા ગોરીબેન રાઠોડનું પ્રસુતિની પીડા ઉપડયા બાદ મોત

રાજકોટમાં દમ તોડયોઃ બાળકનું પણ ગર્ભમાં જ મૃત્‍યુઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૭: અમરેલીમાં રહેતી સગર્ભા પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડતાં  ડિલીવરી માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિયત બગડતાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ અમરેલી જેસીંગપરામાં રહેતી ગોૈરીબેન વિજયભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) નામની પરિણીતાને પુરા મહિના હોઇ ૧૪મીએ પીડા ઉપડતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલના એમઆઇસીયુમાં ખસેડાઇ હતી. પરંતુ ગત રાતે તબિયત બગડી ગયા બાદ મૃત્‍યુ થયું હતું. પરિણીતાની સાથે ગર્ભસ્‍થ બાળકનું પણ મૃત્‍યુ થયાનું સગાએ કહ્યું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં અમરેલી સીટી પોલીસે રાજકોટ આવી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ગોૈરીબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. પતિ છુટક મજૂરી કરે છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. (૧૪.૫)

(1:41 PM IST)