<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સાવરકુંડલા સ્‍વ.નવીનભાઈ રવાણીના નિવાસ સ્‍થાને કોંગ્રેસી દિગ્‍ગજોનું આગમન

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૭: અમરેલી જિલ્લા મત વિસ્‍તારના પૂર્વ સાંસદ સ્‍વ.નવીનભાઈ રવાણીના નિવાસ સ્‍થાન ચંદ્રેશભાઇ રવાણીને ત્‍યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરિક્ષક અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને પીઢ આગેવાન ભીખુભાઈ વારોતરીયા અને ધોરાજી ઉપલેટા વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય લલિતભાઈ વસોયા અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી દિનેશભાઈ મકવાણા એ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ઈતર સમાજના મસીહા ચંદ્રેશભાઈ રવાણીના નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત થઈ હતી. આ શુભેચ્‍છા મુલાકાતમાં આવનારી પાલિકા પંચાયતની ચૂંટણી સંદર્ભે સંગઠન મજબૂત બનાવું અને સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં સિનિયર અને વફાદાર વ્‍યક્‍તિઓને ઉમેદવાર બનાવવા તેવી ઊડાણ પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

તેમજ સ્‍વ રવાણી સાહેબ ની ગરીબ અને આમ જનતા બાબત ની કામગીરી બાબતે સ્‍વ રવાણી સાહેબ ગરીબો ના આંસુ લૂછયા છે હજારો દર્દી ઓ ને પણ ઉપયોગ બન્‍યા અને સ્‍વ રવાણી સાહેબ ની ગેર હાજરી દરેક  બહુ મોટી ખોટ સાબિત થાય છે  આ શુભેચ્‍છા મુલાકાત ?સંગે  ચેમ્‍બર ઓફ કોમર્સ ના ?મુખ મહેશ ભાઈ મશરૂ એડવોકેટ કિરીટ ભાઈ દવે પરીક્ષિત શિયાળ ગુજરાત કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના મહામંત્રી ઇકબાલ ગોરી મુસ્‍લિમ અગ્રણી ઉસ્‍માન ભાઈ પઠાણ  તાલુકા કોંગ્રેસ ?મુખ નરેશ દેવાણી નાસીર ચોહાણ વિગેરે કોંગ્રેસ અગ્રણી ઓ હાજર રહ્યા હતા

 

(1:11 PM IST)