<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રાજુલા પાલિકાના સફાઈ કામદારના ઉપવાસ આંદોલનની છાવણીની મુલાકાતે કોંગ્રેસી આગેવાનો

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૭: રાજુલાના સફાઈ કામદારોની માગ છે કે અમોને રોજમદાર તરીકે કામે રાખો અને રાજુલા નગર પાલિકાના અધિકારીનું કહેવું છે કે મહિનાના પંદર દિવસ તમોને કામ ઉપર રાખવામા આવશે તેવી માગણી સફાઈ કામદારોએ અસ્‍વીકાર કરેલ છે તે માગણી મંજૂર ન રાખતા સફાઈ કામદારો એ પોતાની માગણીમાં મક્કમ રહી નગર પાલિકા પાસે ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયા હતા. આ સફાઈ કામદારોનું ઉપવાસ આંદોલન ૪૫ દિવસમાં પ્રવેશ્‍યું હતું. આ ઉપવાસ આંદોલનની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરીયા ધોરાજીના પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયા સાવરકુંડલા લીલીયાના પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દિનેશભાઈ મકવાણા વલ્લભભાઈ જુજવડિયા હાર્દિકભાઈ કાનાણી  જિલ્લા કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ પ્રદેશ માઇનોરેટી અગ્રણી ઇકબાલ ગોરી  નરેશ દેવાણી વિગેરે કોંગ્રેસ અગ્રણી ઓ એ મુલાકાત લીધી હતી અને કહેલ કે તમારી માગણી એકદમ વ્‍યાજની છે અને કોંગ્રેસ તમારી સાથે જ છે  તેમ ઉપવાસ છાવણીની મુલાકાત વેળા એ કહેલ હતું. 

(1:41 PM IST)