<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સુત્રાપાડામાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા નવા વર્ષનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા. ૧૭: સુત્રાપાડા નાં વતની અને ગુજરાત રાજ્‍યનાં પૂર્વ કેબિનટ મંત્રી જશાભાઈ બારડ દ્વારા નવા વર્ષ નાં પ્રથમ દિવસે તોહ મિલનનો કાર્યક્રમ સુત્રાપાડા મુકામે તેઓના નિવાસ સ્‍થાને ઉજ્‍વવામાં આવશે. જે પરંપરા વર્ષો થી શરૂ હોય દર વરસે યોજાતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં લોકો તેઓને નવા વર્ષ ની શુભ કામના આપવા માટે આવે છે જેમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના તમામ જ્ઞાતી અને પક્ષના આગેવાનો તેમજ વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા શહેરનાં અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો બહોળા પ્રમાણમાં તેઓને નવા વર્ષ ની શુભેચ્‍છાં પાઠવવા આવે છે. વર્ષ ૧૯૮૮ થી તેઓની નવ વર્ષની તોહ મિલનની આ પરંપરા રહેલ છે. જશાભાઈ બારડ જેઓ સહકારી ક્ષેત્રમાં વર્ષ ૧૯૮૦ થી જિલ્લા સહકારી બેન્‍ક, જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, જુનાગઢ તેમજ ખેતી બેન્‍કના ડાયરેક્‍ટર તેમજ જુનાગઢ, પોરબંદર અને ગિરસોમનાથ જિલ્લાના છેલ્લા ૨૦ વર્ષથી ચેરમેન તરીકે હાલ સેવા આપે છે. તેમજ ગુજરાત સ્‍ટેટ કો.ઓપ. બેન્‍ક લી. અમદાવાદના છેલ્લા ૧૫ વર્ષથી ડાયરેક્‍ટર તરીકે સેવા આપે છે તેમજ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૦૮ થી સમાજ સેવા સાથે જોડાયેલ છે. જેમાં તેઓ સરપંચ બનવાની સાથે સામાજિક સેવાઓ સાથે કાર્યરત થયેલ ત્‍યારબાદ ચાર વખત ધારાસભ્‍ય બનેલ અને કેબિનેટ મિનિસ્‍ટરના પદ સુધી તેઓએ અવિરત સેવા બજાવેલ છે તે સમય થી તેઓની દર વર્ષે તોહ મિલન અને સમૂહ જમણવારની પરંપરા જાળવી રાખેલ છે જે આ વર્ષે પણ અવિરત ચાલુ છે. સામાજિક સાથે સાથે સહકારી અને શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓનું અનેરું યોગદાન છે સુત્રાપાડા જેવા ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે જુનાગઢ વેરાવળ જેવા જિલ્લા મથકોમાં ના હોય તેવા શૈક્ષણિક અભ્‍યાસ આજે સુત્રાપાડામાં જશાભાઈ બારડ ના અથાક પ્રયત્‍નો થકી શકય બન્‍યા છે. જેમાં ઇંગ્‍લિશ અને ગુજરાતી માધ્‍યમમાં પ્રાઇમરી થી લઈ ને હાઈસ્‍કૂલ અને કોલેજ કક્ષાના તમામ અભ્‍યાસક્રમો સુત્રાપાડા માં ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં અભ્‍યાસ કરાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તોહ મિલનનો કાર્યક્રમ જશાભાઈ બારડે પોતાના નિવાસ સ્‍થાન ચામુંડા કળપા, નગરપાલિકા કચેરીની બાજુમાં સુત્રાપાડા મુકામે રાખવામાં આવેલ છે જેમાં તા ૨૨/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ તેમના નિવાસ સ્‍થાને ભોજન સમારંભ પણ રાખવામાં આવેલ છે તો તમામ તોહી મિત્ર મંડળ તેમજ શુભચિંતકો ને તોહમિલન માં પધારવા પૂર્વમંત્રી જશાભાઈ બારડ અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિલીપભાઈ બારડે તોહ મિલન માં પધારવા હાર્દીક આમંત્રણ પાઠવેલ છે.(

(3:56 PM IST)