News of Friday, 17th October 2025
જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.ખાતે ગાંધીનગરથી મુખ્યમંત્રી હસ્તે સ્વામિ
વિવેકાનંદ સનદી સેવા સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસ કેન્દ્રનો પ્રારંભ

જૂનાગઢ, તા.૧૭: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉજવાયેલા વિકાસ સપ્તાહના પૂર્ણાહૂતિ અવસરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, સાયન્સ એન્ડ ટેક્રોલોજી સહિત ૧૨ વિભાગોના રૂ.૨૮૮૫ કરોડના ૪૮૮ વિકાસ કામોની ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. આ વેળાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ભવન ખાતે આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.આર.એસ., આઇ.એફ.એસ. સહિતની વિવિધ સનદી અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યુવાઓને પરીક્ષાલક્ષી સ્વામિ વિવેકાનંદ અભ્યાસ કેન્દ્રનો પ્રારંભ ગાંધીનગરથી ઓનલાઇન માધ્યમથી કરાવતા જણાવ્યુ હતુ કે રાષ્ટ્રની સનદી સેવાઓમાં ગુજરાતનાં યુવાનો પોતાનું યોગદાન આપી શકે તે હેતુ યુ.પી.એસ.સી.પરીક્ષા માટે ચાલતા અભ્યાસ કેન્દ્રમાં ઉમેરો કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે શિક્ષણ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પ્રાસંગિક વાત કરતા શિક્ષીત યુવાનો માટે ૬૫૮ ભરતી મેળાઓ દ્વારા ૫૫ હજારથી વધુ યુવાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગાર અવસર પુરો પાડ્યો છે. ગુજરાત આજે પ્રગતિનો પર્યાય બન્યું છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે સૌ અભ્યાસુઓને રૂબરૂ મળી ભક્તકવિ નરસિંહ મહેતા ભવનનાં સ્વામિ વિવેકાનંદ અભ્યાસક કેન્દ્રમાં આવકારી શુભેચ્છા પાઠવી જણાવ્યુ હતુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટે આપેલા માર્ગદર્શન, યોગદાન અને અથાક પ્રયત્નો સૌને વિકાસની નવી દિશામાં સતત આગળ વધવાની આપેલ પ્રેરણા વિકાસ સપ્તાહથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ સાર્થક કરી રહ્યા છે.
ગઇ કાલે જૂનાગઢ ખાતે કાર્યાન્વીત થયેલ સ્વામિ વિવેકાનંદ પરીક્ષા અભ્યાસ કેન્દ્રમાં ઉપસ્થિત સૌ કારકિર્દી ઘડતર માટે ઉત્સુક યુવાઓને શિક્ષણ સચિવશ્રી સુનૈનાં તોમરઅને શિક્ષણ વિભાગનાં કમિશનર દિલીપ રાણાએ જીવન ઘડત્તરનાં એક નવા સોપન તરફ પ્રયાણ માટે સૌ યુવાઓને પરિક્ષા અભ્યાસકેન્દ્રમાં ઉપસ્થિતીને બિરદાવી સૌને શુભકામનાં પાઠવી હતી. પ્રથમ દિવસે વિવેકાનંદ તાલીમ કેન્દ્ર ખાતે નવનિયુક્ત આઇ.એ.એસ. હાલમાં અને સબ ડિવવિઝનલ મેજીસ્ટ્રેટ તરીકે મેંદરડા ખાતે ફરજ નિયુક્ત પ્રતિક જૈને યુ.પી..એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સંદર્ભે માહિતી અને અભ્યાસલક્ષી સાહિત્યની ઉપલબ્ધી અંગે જાણકારી આપી જણાવ્યુ હતુ કે UPSC પરીક્ષા દેશની સૌથી અઘરી અને સૌથી મોટી પરીક્ષાઓમાંની એક છે. લાખો ઉમેદવારો તેને પાસ કરવા માટે વર્ષો સુધી મહેનત કરે છે. આમાંથી સફળ ઉમેદવારો દેશમાં IAS અને IPS અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.
કાર્યક્રમનાં પ્રારંભે યુનિ.નાં રજીસ્ટ્રારશ્રી મયંક સોની, હિસાબી અધિકારી ડો. કિર્તીબા વાઘેલા અને પરીક્ષા નિયામક ડો. દિલસુખ સુખડીયાએ ઉપસ્થિત યુવાઓને આવકારી યુનિ. ભવન વતી સત્કાર્યા હતા. અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કાર્યફલકની જાણકારી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અભ્યાસ કેન્દ્રનાં નોડલ ઓફીસર ડો. પરાગ દેવાણી અને કોર્ષ કો-ઓર્ડીનેટર જયરાજ યાદવે જહેમત ઉઠાવી હતી
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
