<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

વિંછીયા પાસે વિદેશી દારૂ ભરેલી કાર પકડાઇઃ પોલીસે પીછો કરતા ચાલાક છૂ

રાજકોટ, તા.૧૭: વિંછીયા પોલીસે વિદેશીદારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક દારૂ ભરેલી કાર મૂકી નાસી છુટયો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ જીલ્લામાં પ્રોહિબિશન-જુગારની બદી નેસ્‍તાનાબુદ કરવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે  અન્‍વયેગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન તથા  સુચના અન્‍વયે ં વિંછીયા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.સી.ડામોર ની સૂચનાથી ગ નાઇટ રાઉન્‍ડ દરમ્‍યાન બાતમી હકિકત મળેલ કે મોટા માત્રાનો પરબત મથુરભાઇ વાટુકીયા મોટા માત્રા ગામથી સ્‍વિફ્‌ટ કાર રજી.નં.GJ-01-KZ-7198 લઇ સીમ વિસ્‍તાર તરફ જતો હોવાની હકિકત મળતા મોટા માત્રા ગામ જઇ તેનો પીછો કરતા આરોપી વાહન મુકી ભાગતા, રેઇડ કરતા અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલ નંગ-૧૫૬ કિ.૨,૦૨,૮૦૦/- તેમજ સ્‍વિફ્‌ટ કાર કિ.૩,૦૦,૦૦૦/- મળી ફૂલ કિ.૫,૦૨,૮૦૦ નો મુદ્દામાલ પકડી પાડી છે. આરોપી પરબતભાઇ મથુરભાઇ વાટુકીયા રહે.મોટા માત્રા તા.વિંછીયા, ની શોધખોળ હાથધરી છે. 

આ કાર્યવાહી  વિંછીયા પોલીસ સ્‍ટેશનના  એ.એસ.આઇ. જયંતીભાઇ બાવળીયા, એ.એસ.આઇ. ટીંકલબેન વસાવા, પો.કોન્‍સ. અમીતભાઇ સુર તથા ડ્રા.પો.હેડ.કોન્‍સ. ભરતભાઇ હરિયાણી દ્વારા કરવામાં આવેલ છે. 

(1:28 PM IST)